Western Times News

Gujarati News

કોરોનાની સારવાર માટે પહેલીવાર કોઈ દવાને મંજૂરી

વોશિંગ્ટન: યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કોરોના વાયરસની સારવાર માટે એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવિરને સંપૂર્ણ મંજૂરી આપી છે. કેલિફોર્નિયાના જિલિયડ સાયન્સ દ્વારા ઉત્પાદિત દવાઓને અત્યાર સુધી ફક્ત કોવિડ-૧૯થી પીડિત દર્દીઓ માટે ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે તેમની સારવાર દરમિયાન આ દવા જ આપવામાં આવી હતી.

રેમડેસિવિર પહેલા એવી દવા છે જેને હેલ્થ એજેન્સીઓએ હોસ્પિટલમાં દાખલ કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગ લેવા માટે મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છે કે રેમડેસિવિર દવાથી કોરોના વાયરસ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ૫ દિવસ અને મૃત્યુનું જોખમ ૩૦% જેટલું ઓછું થઈ ગયું છે. જિલિયડ સાયન્સિસ દ્વારા ઇબોલાની સારવાર માટે રેમડેસિવિર દવા વિકસિત કરવામાં આવી હતી.

તે એન્ઝાઇમને બ્લોક કરે છે જે કોરોના વાયરસની કોપી કરવામાં મદદ કરે છે. આને કારણે શરીરમાં ઘાતક વાયરસ ફેલાતો નથી. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે રેમેડેસિવિર જીછઇજી અને સ્ઈઇજીની એક્ટિવિટીને બ્લોક કરે છે. રેમડેસિવિર દવાને ૧૨ વર્ષ અથવા તેથી વધુની ઉંમરના દર્દીઓને સારવારના ૫ દિવસ દરમિયાન ૬ ડોઝ આપવામાં આવતા હતા. મે મહિનામાં બે સ્ટડીમાં જાણવા મળ્યું કે રેમડેસિવિર દવા હોસ્પિટલમાં એડમિટ રહેવાનો સમય ઘટાડે છે. ત્યાર બાદ અમેરિકાના ફૂડ એન્ડ ડ્‌ર્ગ એડમિનિસ્ટ્રેશનેએ ઈમરજન્સીમાં આ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.