Western Times News

Gujarati News

હિના ખાન લાંબા સમય બાદ બોયફ્રેન્ડ રોકીને મળી

મુંબઈ: બિગ બોસ ૧૪માં સીનિયર બનેલા પહોંચેલા હિના ખાન, સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન પોતાના ઘરે પરત ફર્યા છે. બિગ બોસ ૧૧ની કન્ટેસ્ટન્ટ અને સીનિયર હિના ખાને પોતાનો બર્થ ડે બીબી હાઉસમાં ૧૨ ઓક્ટોબરે સેલિબ્રેટ કર્યો હતો. આ જ દિવસે એક્ટ્રેસના ફેન્સે તેના ઘરે ૪૦થી વધુ કેક મોકલી હતી. એક્ટ્રેસ હાલ ઘરે પહોંચી ગઈ છે ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેકની તસવીરો શેર કરી છે. હિના ખાને લખ્યું છે કે,

તેના બર્થ ડે પર તેના પરિવારને ૪૦ કરતાં વધુ કેક મળી હતી. આટલા દિવસ બાદ હિના ઘરે આવતા પરિવારે તેનું કેકથી સ્વાગત કર્યું હતું. એક્ટ્રેસે તેની તસવીર શેર કરીને લખ્યું છે કે, ઘરની કેક. તેણે કહ્યું વેલકમ બેક શેરખાન. હિના ખાને તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથેનો વીડિયો પણ શેર કર્યો છે.

જેમાં બંને એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે. હિના ખાને કેપ્શનમાં લખ્યું છે કે, ‘પ્યાર બેશુમાર, નસીબ અપના અપના. તો બીજા વીડિયોમાં પોતાના બોન્ડ વિશે હિનાએ કહ્યું છે કે, હમને એક પલ મેં જીતની જિંદગી દેખી હૈ, તુમને જિંદગી મેં ઉતને પલ નહીં દેખે. બિગ બોસ ૧૪માં પોતાની જર્ની વિશે વાત કરતાં હિના ખાને કહ્યું કે, બિગ બોસના ઘરની જર્નીનો અંત આવ્યો. જીવનમાં હજુ પણ ઘણુ બધું આવવાનું બાકી છે. અમે શો કરતાં વધુ કંઈક છીએ.

ખૂબ પ્રેમ આપવા માટે આભાર. હિના ખાને પોતાની જર્ની ટેલિવિઝન વહુ તરીકે કરી હતી. તેણે યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સીધી-સરળ અક્ષરાનો રોલ પ્લે કર્યો હતો. તેણે શોર્ટ ફિલ્મ્સ માટે શો છોડી દીધો હતો. બાદમાં તે બિગ બોસ ૧૧માં જોવા મળી હતી. ગયા વર્ષે તેણે કાન ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે તે સુપરનેચરલ શો નાગિન ૫માં ઈચ્છાધારી નાગિન તરીકે જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.