વિરપુર ધોરાવાડા રોડ પર ત્રણ ફુટ ઉંડો ભુવો પડ્યો : વગર વરસાદે ભુવો પડતા તર્કવિતર્કો
વિરપુર: મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં વિના વરસાદે ભુવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે થોડા મહિનાઓ પહેલાં વિરપુરના વિરજી ઠાકોરના સર્કલ પાસે,Bob બેન્ક પાસે ભુવો પડવાની ધટના સામે આવી હતી ત્યારે હવે વિરપુર તાલુકામાં વધુ એક વિસ્તારમાં વગર વરસાદે ભુવો પડવાની ધટના સામે આવી છે
વિરપુર તાલુકાના અનેક વિસ્તારોમાં ભુવો પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે ખાસ મહત્વનુ એ છે કે ચોમાસું સીઝનમાં વિરપુર તાલુકાના વિસ્તારોમાં નહિવત વરસાદ થયો હોવા છતાં અનેક સ્થળો પર ભુવા પડી રહ્યાં છે
ત્યારે વિરપુર થી ઘોરાવાડા જવાના માર્ગ પર ત્રણ ફુટ ઉંડો ભુવો પડી ગયો છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી તેમજ અકસ્માત થવાની ભીતી સેવાઈ રહી છે વિરપુર તાલુકાને જોડતો મુખ્ય માર્ગ પર અચાનક ભુવો પડતા તંત્રની ધોર બેદરકારી જોવા મળી છે વગર વરસાદે પડી રહેલા ભુવાને તંત્ર દ્વારા ક્યાં સુધીમાં મરામત કરવામાં આવશે તેની કાગ ડોળે રાહ જોવાઇ રહી છે…તસ્વીર – વિરપુર થી ધોરાવાડા રોડ પર ત્રણ ફુટ ઉંડો ભુવો પડી જતાં વાહન ચાલકોના જીવ તાળવે ચોંટયા… પુનમ પગી વિરપુર