Western Times News

Gujarati News

દેશમાં કોવિડ ૧૯ના ૫૪,૩૬૬ નવા મામલા

નવીદિલ્હી, એક વર્ષ પુરૂ થવા આવ્યું છે અને દુનિયા હજુ પણ કોરોનાથી ઝઝુમી રહી છે. ભારતમાં પણ આ ખતકનાક વાયરસથી લડાઇ જારી છે.દેશમાં ૫૪,૩૬૬ નવા કોવિડ ૧૪૯ સંક્રમણની સાથે ભારતના કુલ મામલા ૭૭,૬૧,૩૧૨ થયા છે આ ઉપરાંત ૬૯૦ નવા મોતોની સાથે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૧,૧૭,૩૦૬ થઇ ગઇ છે.ગત ૨૪ કલાકમાં ૨૦,૩૦૩ની કમી આવ્યા બાદ કુલ સક્રિય મામલા ૬,૯૫,૫૦૯ છે આ સાથે જ ગત ૨૪ કલાકમાં ૭૩,૯૭૯ નવા ડિસ્ચાર્જની સાથે કુલ ઠીક થયેલા મામલા ૬૯,૪૮,૪૯૭ થઇ ચુકયા છે.

દેશમાં મૃત્યુ દર અને સક્રિય મામલાના દરમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે મૃત્યુ દર ઘટી ૧.૫૧ ટકા થઇ ગયો છે આ ઉપરાંત સક્રિય મામલા જેની સારવાર ચાલી રહી છે તેના દરમાં પણ ૧૦ ટકાની કમી આવી છે વેલ્ડોમીટર અનુસાર સક્રિય મામલા અને કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબથી ભારત દુનિયાનો બીજાે સૌથી પ્રભાવિત દેશ છે.મોતના મામલામાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત ત્રીજા નંબર પર છે.

નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે તહેવારોમાં ભીડથી કોરોના વાયરસ સંક્રમણના મામલા વધી શકે છે.તેમણે લોકોને તહેવાર મનાવતી વખતે અનેક સાવધાની દાખવવાની સલાહ આપી બજારમાં ભરચક ભીડથી બચવાની સલાહ આવી છે તહેવારોમાં સંક્રમણના કેસ વધવાના મામલા કેરલમાં જાેવા મળી ચુકયા છે જયાં ઓણમ બાદ મામલા સતત વધી રહ્યાં છે.

બીજી તરફ એવી અનેક રિપોર્ટ અને અભ્યાસ સામે આવી ચુકયા છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ઠંડા હવામાનમાં કોરોના વાયરસના મામલામાં વધારો આવી શકે છે. આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધનનું કહેવુ છે કે કોરોના એક રેસ્પિરેટ્રી વાયરસ છે અને આવા વાયરસને ઠંડીની સીજનમાં વધશે તેવું માનવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.