પાકિસ્તાન, બાંગ્લાદેશથી પણ વધુ ભારતના દેવામાં ડુબવાની આશંકા
નવીદિલ્હી, જીડીપીના મુકાબલે ભારતની કુલ સરકારી દેવું ૯૦ ટકા બરાબર થઇ શકે છે. ઇટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ૨૦૨૦માં જીડીપીના મુકાબલે ભારતનું કુલ કર્જ ૮૩.૩ ટકા થઇ શકે છે આ પહેલા ૨૦૦૩માં ભારત પર કર્જ જીડીપીની સરખામણીમાં ૮૪.૨ ટકા હતું.આ પહેલો પ્રસંગ છે જયારે ભારત પર કર્જ જીડીપીની સરખામણીમાં આટલું વધુ હશે પાંચ વર્ષ પહેલા ૨૦૧૫માં ભારતનો કર્જ જીડીરીની સરખામણીમાં ૬૮.૮ ટકા હતો જયારે ૨૦૧૯માં આ આંકડો ૭૨.૩ ટકા જ હતો. સ્પષ્ટ છે કે કોરોના સંકટમાં સરકારની આવકમાં મોટો ઘટાડો આવ્યો અને તમામ યોજનાઓ માટે કર્જ લઇ ખર્ચ ચલાવવાને કારણે આ સ્થિતિ પેદા થઇ છે.
જેને કારણે ભારત બ્રીઝીલ અને અર્જેટીના જેવા દેશો બાદ ઉભરતા દેશોમાં સૌથી વધુ કર્જવાળા દેશ હશે.દક્ષિણ એશિયાની જ વાત કરીએ તો ભુતાન અને શ્રીલંકા બાદ ભારત પર જીડીપીની સરખામણીમાં સૌથી વધુ કર્જ છે.એટલું જ નહીં બાંગ્લાદેશ પાકિસ્તાન અને નેપાળ જેવા પડોસી દેશ પણ ભારતની સરખામણીમાં વધુ સારી સ્થિતિમાં છે.
એ યાદ રહે કે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે પોતાના એક અનુમાનમાં કહ્યું કે ભારત પ્રતિ વ્યક્તિ જીડીપીના મામલામાં ૨૦૨૦માં બાંગ્લાદેશથી પણ પાછળ રહી શકે છે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના અનુમાન અનુસાર બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ જીડીપી ૨૦૨૦માં ચાર ટકાના દરથી વધતા ૧,૮૮૮ ડોલરના સ્તર પર પહોંચી શકે છે જયારે ભારતમાં પ્રતિ વ્યક્તિ જીડીપી ૧૦.૫ ટકાના ઘટાડાની સાથે ૧.૮૭૭ સુધી તુટી શકે છે.
આંકડા અનુસાર દક્ષિણ એશિયામાં દ્વિવિપીય દેશ શ્રીલંકા બાદ ભારતની અર્થવ્યવસ્થા કોરોના સંકટથી સૌથી વધુ પ્રભાવિત થશે જેના પ્રત્યે વ્યક્તિ જીડીપી ચાલુ કેલેંડર વર્ષમાં ૪ ટકા તુટશે તેની સરખામણીમાં નેપાળ અને ભુતાનની અર્થવ્યવસ્થા આ વર્ષ વધવાની સંભાવના છે જયારે આઇએમએફે પાકિસ્તાનના આંકડા બતાવ્યા નથી જાે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે આગામી વર્ષ ભારતની તેજ રિકવરીનું અનુમાન લગાવ્યું છે. જેના કારણે ૨૦૨૧માં ભારતની પ્રતિ વ્યક્તિ જીડીરી ફરી બાંગ્લાદેશથી સામાન્ય અંતરથી આગળ નિકળી જશે.HS