Western Times News

Gujarati News

ભય્યુજી મહારાજ સુસાઇડ કેસ: પાપાની બીજા લગ્નથી પુત્રી ખુશ ન હતી

મુંબઇ, ભય્યુજી મહારાજ આત્મહત્યા મામલામાં જીલ્લા અદાલતમાં સાક્ષીના નિવેદન દાખલ થવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે ભય્યુજી મહારાજની પુત્રી કુહૂએ પોતાના નિવેદન દાખલ કરતા કહ્યું કે તે તેમના પિતાના બીજી લગ્ન એટલે કે આયુષીની સાથે લગ્ન કરવાના નિર્ણયથી ખુશ નથી.

અદાલતે અપર સત્ર ન્યાયાધીશ એમ કે જૈનની સામે કુહુનું નિવેદન દાખલ કર્યું શાસન તરફથી અપર લોક અભિયોજક શ્યામ ડાંગીએ કુહુનું નિવેદન દાખલ કરાવ્યું.આત્મહત્યા કાંડમાં આરોપી પલક તરફથી વરિષ્ઠ વકીલ અવિનાશ સિરપુરકરે આ નિવેદનને ક્રોસ ચેક કર્યું.

ક્રોસમાં કુહૂએ કહ્યું કે તે મહારાજ અને આયુષીના લગ્નથી ખુશ ન હતી અને કુહૂએ લગ્ન પહેલા જ પોતાના પિતાને એ સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આયુષીને પોતાની માતાની જગ્યા આપી શકે નહીં જયારે જયારે અવિનાશ સિકપુરકરના સવાલ પર કુહુએ સ્વીકાર કર્યું કે ઘટનાના ત્રણ દિવસ બાદ એટલે કે ૧૫ જુન ૨૦૧૮ના રોજ તેણે પોલીસને કહ્યું કે તેને માહિતી નથી કે પિતાએ આત્મહત્યા કેમ કરી અને કહ્યું કે તેમને કોઇ પર શક નથી.

કુહુએ પોતાના નિવેદનમાં કહ્યું કે વિનાયકે તેમને બાળપણથી પાળી છે તે તેના ભાઇ જેવો હતો જાે કે કુહુે પોલીસની વિરૂધ્ધ કોઇ નિવેદન આપ્યુ નથી કુહુએ કહ્યું કે ૧૪-૧૫ વર્ષની ઉમર સુધી તેણે પુણેમાં પોતાનો અભ્યાસ કર્યો પિતાએ મેનેજર પલકને નોકરીથી કાઢી દીધા હતાં.

એ યાદ રહે કે આરોપી શરદ તરફથી ધર્મેન્દ્ર ગુર્જર દલીલ કરી રહ્યાં છે વકીલ ગુર્જર અનુસાર ઇન્દોરમાં પિતાના આટલી સંપત્તિ હોવા છતાં પણ કુહુ હોટલમાં રોકાયેલી છે તેમણે તેના આવવા જવા અને રોકાવાનો ખર્ચ રજુ કરવાની માંગ કરી એ યાદ રહે કે વર્ષ ૨૦૧૮માં આધ્યાત્મિક સંત ભય્યુજી મહારાજે કહેવાતી રીતે પોતાના બંગાળમાં ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.