ચીનના વધતા આક્રમણના કારણે ભારત સાથે કામ કરવું જરૂરી: અમેરિકા
વોશિંગ્ટન, ટ્રંપ પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હિમાલયથી લઇ દક્ષિણ ચીન સાગર સુધી ઇડો પૈસિફિકમાં ચીનના વધતા આક્રમક વ્યવહારને જાેતા આ પહેલેથી જ વધુ મહત્વપૂર્ણ છે કે અમે ભારત જેવા સાથીઓની સાથે મળી કામ કરીએ. કવાડના વિસ્તારને લઇ ટ્રંપ પ્રશાસને કહ્યું કે હાલ તેની કોઇ યોજના નથી.
અધિકારીઓએ કહ્યું કે કવાડ શિખર સંમેલનની બાબતમાં હાલ કોઇ યોજના નથી પરંતુ ભવિષ્યમાં કંઇ પણ થઇ શકે છે અમેરિકીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને અમેરિકી રક્ષા મંત્રી માર્ક એસ્પર આગામી અઠવાડીયે ભારતના પ્રવાસે આવનાર છે.
અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયો આગામી અઠવાડીયે ત્રીજીવાર ભારત અમેરિકા ટુ પ્લસ ટુ વાર્તા માટે નવીદિલ્હી આવશે આ એક મહીનાથી પણ ઓછા સમયની અંદર તેમની બીજી એશિયા યાત્રા છે ભારત ઉપરાંત તે માલદીવ શ્રીલંકા અને ઇન્ડોનેશિયા પણ જશે.HS