રાયબરેલીમાં દોઢ વર્ષની માસુમની સાથે રેપ અને હત્યાના મામલે દોષીને ફાંસીની સજા
રાયબરેલી, સરકારના મિશન શક્તિમાં ન્યાય વ્યવસ્થા પગલા મિલાવી રહી છે રાયબરેલી જીલ્લામાં તિલક સમારોહમાં આવેલ સંબંધીની હવસનો શિકાર થયેલ દોઢ વર્ષની માસુમને ન્યાય મળી ગયો છે. માસુમની સાથે દુરાચાર કર્યા બાદ ગળુ દબાવીને હત્યા કરવાના આરોપીને વિશેષ ન્યાયાધીશે પાકસો એકટ વિજય પાલને દોષિત જણાતા મૃત્યુ દંડની સજાથી દંડિત કર્યા છે આ સાથે જ અર્થદંડના રૂપમાં ૨.૨૦ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ આપ્યો છે. અર્થદંડની અડધી રકમ મૃતકના પિતાને આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિશેષ અભિયોજક વેદપાલ સિંહ અને સંદીપસિંહે કહ્યું કે સલોન પોલીસ સ્ટેશનમાં ત્રણ મેની રાત્રે સાડા અગિયાર વાગે મૃતકના પિતાએ રિપોર્ટ દાખલ કરાવ્યો હતો કે તેમના પરિવારમાં બે મેના રોજ તિલક સમારોહ હતો તેમાં આવેલ તેમના સંબંધીએ રાત્રે લગભગ સાડા દસ વાગે તેમની દોઢ વર્ષની માસુમ પુત્રીની સાથે દુરાચાર કર્યો અને ગળુ દબાવી તેમની હત્યા કરી દીઘી હત્યા કર્યા બાદ આરોપીએ ગામની બહાર ટયુબવેલના ખાડામાં શબ છુપાવી દીધુ હતું.
પોલીસે તે દિવસે આરોપીને પકડી લીધો હતો વિવેચકના આરોપ પત્ર ન્યાયાલયમાં પ્રેષિત કર્યો ન્યાયાધીશે આરોપીને દુરાચારનો દોષી જણાતા મૃત્યુ દંડ અને એક લાખરૂપિયા અર્થદંડની સજા આપી છે ન્યાયાધીશે અર્થદંડની રકમથી અડધી ૧.૧૦ લાખ રૂપિયા મૃતકના પિતાને આપવાનો આદેશ આપ્યો છે.
એડિશનલ એસપી વિશ્વજીત શ્રીવાસ્તવે કહ્યું કે મહિલા ઉત્પીડનના મામલામાં દોષિતોને સજા અપાવવા માટે પોલીસ કૃત સંકસ્પિત છે મિશન શક્તિ માટે આ નિર્ણય ઉદાહરણ રૂપ છે મહિલાઓની સુરક્ષા માટે દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.HS