મુફતી વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની વિહિપની ચેતવણી
શ્રીનગર, પીડીપી અધ્યક્ષ મુફતીના જમ્મુ કાશ્મીરના ઝંડાની બહારી સુધી કોઇ ઝંડો નહીં ઉઠાવવા સંબંધી નિવેદન બાદ વિવાદ થયો છે. ભાજપે મુફતીને પાકિસ્તાન ચાલ્યા જવાની સલાહ આપી છે.બીજી તરફ વિહિપે કહ્યું કે હવે નવા જમ્મુ કાશ્મીરમાં મહેબુબાના પુર્નવાસની કોઇ જગ્યા બચી નથી. આ નિવેદન માટે વિશ્વ હિન્દુ પરિષદે તેમની વિરૂધ્ધ કાનુની કાર્યવાહી કરવાની વાત કરી છે.
વિહિપના પ્રદેશ કાર્યકારી પ્રધાન રાજેશ ગુપ્તાએ કહ્યું કે મુફતીએ રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરતા ભારત સરકારે ડકેત બતાવી છે તે માનસિક સંતુલન ગુમાવી ચુકયા છે મહેબુબાએ કાશ્મીરમાં પોતાના રાજનીતિક આધાર ગુમાવી દીધો છે.
જમ્મુ કાશ્મીરની જનતા કલમ ૩૭૦ને રદ કરવાના પક્ષમાં રહી છે.મહેબુબાની પાસે પોતાના પુર્નવાસ માટે કોઇ સંભાવના નથી બચી.શ્રી રામ મંદિરના મુદ્દાનો ઉલ્લેખ કરતાંં મહેબુબાએ સુપ્રીમ કોર્ટનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો છે.તેમણે મહેબુબાને આવા નિવેદન માટે એફઆઇઆર કે કાનુની કાર્યવાહીની ચેતવણી આપી છે.
જયારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફતીની કોઇ જગ્યા નથી તે કોઇ ઝંડો ઉઠાવે કે ન ઉઠાવે તેનાથી કોઇ ફર્ક પડતો નથી તેમણે પાકિસ્તાન જવું જાેઇએ કાશ્મીરના લોકોના દિલોમાં તિરંગો વસે છે. તેમના મનમાં ભારત માતા વસે છે. જમ્મુ કાશ્મીર ભારતનો અટુટ અંગ હતું છે અને હંમેશા રહેશે.HS