દારૂબંધીના નામ પર બિહારીઓને ચોર બનાવાઇ રહ્યાં છે ઃ ચિરાગ
પટણા, લોજપા પ્રમુખ ચિરાગ પાસવાને બિહારમાં શરાબબંધીને લઇ મુખ્યમંત્રી નીતીશકુમાર પર પ્રહારો કરતા કહ્યું કે શરાબબંધીના નામ પર બિહારીઓને તસ્કર બનાવવામાં આવી રહ્યાં છે. બિહારની માતાઓ બહેનો પોતાના લોકોને તસ્કરો બનતા જઇ શકશે નહીં. બિહારના મુખ્યમંત્રીની સાથે તમામ મંત્રીઓને ખબર છે કે બિહારી રોજગારના અભાવમાં શરાબ તસ્કરી તરફ વધી રહ્યાં છે પરંતુ બધાના મોંમાં મગ ભર્યા હોય તેવું લાગે છે.
ચિરાગે કહ્યું કે નીતીશકુમાર દ્વારા સાત નિશ્ચય યોજના અને દરેક ઘર નળનું પાણી પહોંચાડવાના દાવા પર પુરી રીતે નિષ્ફળ ગયા છે અને ગામ દેહાંતના વિસ્તારોમાં ગરીબ વર્ગોથી રાશન કાર્ડથી પૈસા લેવામાં આવી રહ્યાં છે.તેમણે આવી સરકારને ઉખાડી ફેંકવાનું આહ્વાન કરતા કહ્યું કે ૨૮ ઓકટોબરે સમયસર ઘરેથી નિકળી પોતાનો મત આપે તેમણે કહ્યું કે કોરોના સમયે પણ રાજય સરકાર યોગ્ય કામગીરી કરી શકી નથી.HS