ખેડબ્રહ્મા પંથકમાં સાત ઇંચ વરસાદ થતાં લોકોમાં ખુશહાલી
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા પંથકમાં વરસાદના બે મહિના ગઈકાલ સુધી ફક્ત સાત ઇંચ વરસાદ થયો હતો . ખેડૂતો તથા આમ પ્રજા ચિંતિત હતી તેવામાં અષાઢ મહિનાના છેલ્લા દિવસ જેવા ચૌદસની રાત્રે ગઈકાલે સાત ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસતો ખેડૂતો તથા અન્ય લોકોમાં આનંદની લાગણી છવાઈ છે સીઝનનો કુલ ૧૩ ઈંચ થી વધુ વરસાદ થતો લોકોએ હાશકારો અનુભવ્યો.
ગઇકાલે સાંજથી શરૂ થયેલા વરસાદ માં ખેડબ્રહ્મા શહેરમાં વાસણા રોડ પર રોડ ઉપર ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ચાલી રહ્યું હતું જેના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું વાસણા જતા લોકોને પણ હેરાનગતિ થઇ હતી શહેરના મારવાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું મુખ્ય બસ સ્ટેન્ડ નજીક પણ પાણી ભરાઈ ગયું હતું જોકે સૌથી વિકટ પરિસ્થિતિ ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર ગ્રેવિટી સ્કૂલ પાસે હાઈવે રોડ ઉપર પાણી ચાલી રહ્યું હતું હાઈવે રોડ થી ઉત્તર દિશામાં ખેતરોમાં ચાર થી છ ફૂટ પાણી ભરાઇ જતો તે પાણી હાઇવે પર આવી ગયું હતું ખેડબ્રહ્મા મામલતદાર શ્રી જી.ડી ગમાર સાહેબ તથા નગરપાલિકાનો સ્ટાફ રાત્રે શહેરમાં ફરી પાણીનો નિકાલ કર્યો હતો ગ્રેવિટી સ્કૂલ આગળ હાઈવે રોડ નું ડિવાઈડર તોડી પાણીનો નિકાલ કરાયો હતો ખેડબ્રહ્મા પંથક ઉપરાંત ઉપરવાસમાં વરસાદ પડતો ખેડબ્રહ્મા શહેરની હરણાવ નદીમાં પણ પાણી આવ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકામાં ખૂબ મોટું ગણાતું આગીયા ગામનું તળાવ જે ગઈકાલ સુધી તળિયું દેખાતું હતું તેમાં પણ અડધું પાણી ભરાઈ જતો વહેલી સવારે ગ્રામજનો તળાવ જોવા ઉમટી પડ્યા હતા.*