Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકાના મુલદ ગામે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)

કાર્યક્રમમાં વાતાવરણમાં આવી રહેલ બદલાવ સંદર્ભે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના મુલદ ગામ ખાતે હાલમાં વાતાવરણમાં આવી રહેલ બદલાવ સંદર્ભે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પરવારણમાં આવી રહેલ બદલાવ સંદર્ભે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાના ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગર અને સંઘર્ષ સેવા સંસ્થા દ્વારા પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો ગ્રામીણ વિસ્તારમાં યોજી ગ્રામજનોને પર્યાવરણમાં આવેલ બદલાવ સંદર્ભે માહિત આપવમાં આવે છે. ઝઘડિયા તાલુકાના મુલદ ગામે પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ,યુવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દ્વારા હાલમાં પર્યાવરણમાં આવી રહેલ બદલાવ સંદર્ભની માહિતી આપવામાં આવી હતી જેમાં વૃક્ષઓનું વાવેતર અને તેનું જતન દ્વારા વૃક્ષનું પર્યાવરણમાં મહત્વ,ઉર્જા કે વીજળીની બચત કરી પાણી,પવન અને સોલાર દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ વધારવો અને વીજળીનો જરૂરિયાત મુજબ કરકસર યુક્ત વપરાશ કરવો,વાહન વ્યહવારમાં સીએનજી,એલપીજી અને ઈલેકટ્રીક થી ચાલતા વેહિકલ નો વપરાશ વધુ કરવો, ખેતીમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના બદલે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધારવો,પ્લાસ્ટિકનો વાપરસોછો કરવો,પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ બંધ કરવો,કચરાનું વ્યવસ્થાપન કરવા નું માર્ગદર્શન પ્રેઝન્ટેશન દ્વારા સમજવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.