Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૦૨૧ કેસ: ૬નાં મૃત્યુ થયાં

ગાંધીનગર, રાજ્યમાં કોરોના વાયરસના ૧ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૦૨૧ નવા કેસ સામે આવતા કુલ સંક્રમિતોની સંખ્યા ૧ લાખ ૬૬ હજાર ૨૫૪ થઈ ગઈ છે. તો છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬ લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક ૩૬૮૨ પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોવિડ-૧૯ની સારવાર બાદ છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૧૩ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૮૯.૩૭ ટકા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં સૌથી વધુ ૧૬૮ કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૬૪, વડોદરા શહેરમાં ૭૫, સુરત ગ્રામ્ય ૬૯, રાજકોટ શહેર ૬૭, વડોદરા ગ્રામ્ય ૪૨, રાજકોટ ગ્રામ્ય ૩૬, મહેસાણા ૨૯, સાબરકાંઠા ૨૬, સુરેન્દ્રનગર ૨૨, બનાસકાંઠા ૨૦, અમરેલી ૧૯, ભરૂચ ૧૮, ગાંધીનગર શહેર ૧૫, મોરબી ૧૫, પંચમહાલ ૧૫, ગાંધીનગર ગ્રામ્ય ૧૪, પાટણમાં ૧૪, કચ્છ અને અમદાવાદ ગ્રામ્યમાં ૧૩-૧૩, જામનગરમાં ૧૧, આણંદ, ગીર સોમનાથ, ખેડા અને નર્મદામાં ૧૦-૧૦ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના મહામારીને કારણે વધુ ૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં ૨, સુરતમાં ૨, ગાંધીનગર અને સુરત ગ્રામ્યમાં એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૩૬૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા ૧૩૯૮૩ છે. જેમાં ૭૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી ૧ લાખ, ૪૮ હજાર ૫૮૫ દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૮૯.૩૭ ટકા થઈ ગયો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૨૯૮૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.