ઘડીયા વહાણવટી મંદિરે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો : રંગબેરંગી ગરબાનું ડૂંગર રચાયો, ભક્તોએ સ્વયંશિસ્ત દાખવી
કપડવંજથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલા ઘડિયા ગામમાં આદ્યશક્તિ શ્રી વહાણવટી માતાજીનું પવિત્ર ધામ (મંદિર) આવેલું છે. આ મંદિરમાં નવરાત્રી દરમિયાન હજ્જારો માઇભકતો માટીની રંગ બેરંગ ગરબીઓ મૂકીને મનાતા પૂર્ણ કરતા હોય છે નવલી નવરાત્રિના આસો સુદ સાતમ, આઠમ અને નોમના પર્વે ભાતીગળ મેળામાં ૫૦ હજારથી વધુ લોકો ઉમટી પડતા હોય છે કોરોના મહામારીના પગલે મંદિરે નવરાત્રી અને ત્રી દિવસીય ભવ્ય લોકમેળો બંધ રાખવાની ફરજ પડી છે ત્યારે આદ્યશક્તિ શ્રી વહાણવટી માતાજીની આરાધનમાં કોઈ ફર્ક પડ્યો નથી મંદિરમાં ચાલુ વર્ષે પણ માઈભક્તોએ હજ્જારો રંગબેરંગી ગરબીઓ મુકતા ગરબીઓનો ડુંગર ખડકાયો હતો
અરવલ્લી જીલ્લાની સરહદે બાયડ નજીક આવેલા ખેડા જીલ્લાના કપડવંજ નજીક આવેલ ઘડિયા ગામમાં આદ્યશક્તિ શ્રી વહાણવટી માતાજીનું પવિત્ર ધામ (મંદિર) આવેલું છે.દરવર્ષે નવરાત્રીમાં માતાજી બાધા રાખનાર ભક્તો ગરબો અર્પણ કરતા હોય છે કોરોના સંક્રમણમાં પણ માતાજીના મંદિરે દૂર દૂર થી ગરબો ચઢાવવા આવે છે
કોરોનાને લીધે સોશ્યલ ડિસ્ટન્સ સાથે ભક્તો મોટી સંખ્યામાં ગરબા ચઢ઼ાવતા ડુંગર જોવા મળી રહ્યા છે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણમાં શ્રધ્ધાળુઓ આસ્થાભેર રંગબેરંગી ગરબા માતાજીના ચરણોમાં ધરતાં હોય છે. જેથી ગરબાનો ડુંગર રચાતાં કંઇક આહલાદ્ક નજારો નિહાળી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે.