જેકે સિમેન્ટે બાલાસિનોરમાં નવુ ગ્રાઈન્ડિંગ યુનિટ લોંચ કર્યું
નવો પ્લાન્ટ સ્થાનિક લોકો માટે રોજગારીની તકોમાં વૃદ્ધિમાં સહાયરૂપ બનશે તેમજ દેશભરમાં બ્રાન્ડની વ્યાપક હાજરીને વધુ મજબૂત બનાવશે.
પ્લાન્ટ આસપાસના વિસ્તારો જેવાકે સુરત, વડોદરા, અમદાવાદ અને ગોધરા વગેરેની જરૂરિયાત પૂર્ણ કરશે.
ભારતની પ્રીમિયર સિમેન્ટ કંપની જેકે સિમેન્ટ ગુજરાતમાં બાલાસિનોર ખાતે આજે નવું ગ્રે સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ લોંચ કર્યું હતું. જે પ્રસંગે કંપની ડિલર્સ માટે વર્ચ્યુલ લોંચનું આયોજન કર્યું હતું. 7 લાખ ટન પ્રતિ વર્ષની ક્ષમતા ધરાવતાં આ યુનિટ ખાતેથી માલની રવાનગી અગાઉથી જ શરૂ થઈ ચૂકી છે.
આ નવા યુનિટના ઉમેરા સાથે બ્રાન્ડે ભારતમાં તેની વધતી હાજરીને મજબૂત બનાવી છે, જે ‘સિમેન્ટિંગ ધ નેશન’ માટેની કંપનીની પ્રતિબધ્ધતા તેમજ દેશના અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં તેના યોગદાનને રજૂ કરે છે. કંપનીએ સફળ રીતે તેની ગ્રે સિમેન્ટ ક્ષમતાનું વિસ્તરણ પૂરું કર્યું છે. હાલમાં તે કુલ 4.2 એમટીપીએ ક્ષમતા ધરાવે છે. જેમાં રાજસ્થાન ખાતે 2 એમટીપીએ, ઉત્તર પ્રદેશ ખાતે 1.5 એમટીપીએ અને ગુજરાત ખાતે 0.7 એમટીપીએ ક્ષમતાનો સમાવેશ થાય છે.
જેકે સિમેન્ટે તેની પ્રોડક્ટની ઉત્કૃષ્ટતા, ગ્રાહકલક્ષિતા અને ટેકનોલોજી લીડરશીપ સાથે ભારતની બહુવિધ ક્ષેત્રેની ઈન્ફ્રાસ્ટ્રક્રચરની જરૂરિયાતો સાથે ભાગીદારી કરી છે. આ નવો પ્લાન્ટ માત્ર સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન કરશે તેટલું જ નહિ પરંતુ ગ્રાહકોને સમયસર ડિલીવરી સાથે ઊચ્ચ ગુણવત્તા ધરાવતો સિમેન્ટ પણ ઉપલબ્ધ કરાવશે.
વર્તમાન સમયમાં તમામ કંપનીઓ કોવિડ-19 પ્રેરિત લોકડાઉનની અસર સામે ઝઝૂમી રહી છે અને તેમની સંસ્થાકિય સ્ટ્રેટેજિસને ફરીથી સુગ્રથિત કરી રહી છે ત્યારે જેકે સિમેન્ટ એકમાત્ર બ્રાન્ડ છે તેણે આ તબક્કે આવી જાહેરાત કરી છે. કંપની બિઝનેસ અને ફાઈનાન્સિયલ ક્ષમતાઓની સંયુક્ત તાકાત વડે 2020-21ના બીજા ક્વાર્ટરમાં મજબૂત વોલ્યુમ વૃદ્ધિની અપેક્ષા રાખી રહી છે.
જેકે સિમેન્ટના મેનેજિંગ ડિરેક્ટર, રાઘવપત સિંઘાનિયાના જણાવ્યા મુજબ, “એક અગ્રણી બ્રાન્ડ તરીકે અમે અમારા ગ્રાહકોની શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે સેવા કરવાની પ્રતિબધ્ધતાને દોહરાવી છે. સાથે અમે ઔદ્યોગિક વૃદ્ધિમાં પણ યોગદાન આપ્યું છે. ભારતીય બજારમાં અમારી દાયકાઓની હાજરી અમારી ચઢિયાતી પ્રોડક્ટ ક્વોલિટી અને સમયસર પ્રોજેક્ટ ડિલિવરીને આભારી છે. ગુજરાતમાં બાલાસિનોર ખાતે આ નવા પ્લાન્ટની સ્થાપના પશ્ચિમ ભારતમાં અમારો પ્રવેશ છે.”
રજૂઆત અંગે બોલતાં જેકે સિમેન્ટના ડેપ્યૂટી મેનેજિંગ ડિરેક્ટર અને સીએફઓ એ.કે.સરાઓગીએ જણાવ્યું હતું કે,”નવો પ્લાન્ટ અમને ભારતના ઊંચી વૃદ્ધિ ધરાવતાં બજારમાં અમારી હાજરી મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. તે સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન કરશે તેમજ અમારા ગ્રાહકોની વધુ સારી રીતે સેવા કરવાની તક પૂરી પાડશે. અમે અગાઉ પણ ગુજરાતમાં ગ્રાહકોને સિમેન્ટ સપ્લાય કરતાં જ હતો પરંતુ બાલાસિનોરનો નવું ગ્રાઈન્ડિંગ યુનિટ અમે સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય ઊંચી શક્યતા ધરાવતાં બજારોની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ બનાવશે. અમે સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે ચાર દાયકાથી વધુનો અનુભવ ધરાવીએ છીએ અને કુલ 14 એમટીપીએ ગ્રે સિમેન્ટ ક્ષમતા ધરાવીએ છીએ. બાલાસિનોર પ્લાન્ટ બાદ અમારી કુલ ક્ષમતા 14.7 એમટીપીએ બનશે. “
બાલાસિનોર પ્લાન્ટ કુલ 8 હેક્ટર્સથી વધુ વિસ્તારમાં ફેલાયેલો છે. તેના બાંધકામમાં કુલ રૂ. 200 કરોડનો ખર્ચ થયો છે. કંપનીના કુલ રૂ. 2000 કરોડના ક્ષમતા વિસ્તરણ આયોજનના હેઠળ તેનો સમાવેશ થાય છે. કંપની કુલ 4.2 એમએન ટન ક્ષમતા હાંસલ કરવા માગે છે.