Western Times News

Gujarati News

દેશમાં ઘણી જગ્યાએ કોરોના રૂપી રાવણનાં પૂતળાંનું દહન

નવી દિલ્હી: દશેરાના તહેવારને આ વખતે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું, એટલે જ દેશભરમાં રવિવારે આ પર્વ ઘણી સાદગીથી ઉજવાયું. કોવિડ-૧૯ને પગલે આ વર્ષે પહેલા જેવી ધૂમધામ ન જોવા મળી અને પારંપરિક રીતે દર વર્ષે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવાના કાર્યક્રમ પણ રદ રહ્યા.

પહેલાની સરખામણીમાં ઘણા ઓછા સ્થળોએ પૂતળાનું દહનની મંજૂરી આપવામાં આવી હતી. જ્યાં મંજૂરી મળી, ત્યાં પણ રાવણને બદલે આ વખતે કોરોનાનું જ પ્રતિકાત્મક રીતે દહન કરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી કે, જલદીમાં જલદી દુનિયાને આ મહામારીથી મુક્તિ મળે.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એશબાગમાં અલગ રીતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એશબાગમાં અલગ રીતે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી. રાવણના પૂતળાની સાથે કોરોના વાયરસનું પ્રતિકાત્મક દહન કરવામાં આવ્યું. સંક્રમણ કાળમાં લોકોની ભીડથી બચવા માટે રાવણ દહનના કાર્યક્રમને ઓનલાઈન પ્રસારિત કરવામાં આવી.

દિલ્હીમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પૂતળાનું દહન શાસ્ત્રી પાર્કમાં કરવામાં આવ્યું. દહન પહેલા રાવણ અને કુંભકર્ણના પૂતળા આ અંદાજમાં ઊભા રખાયા હતા. કોરોના કાળમાં ઘણી જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ ન ઉજવાયો. ભીડથી બચવા માટે લોકોને પ્રતિકાત્મક રીતે વિજયાદશમી ઉજવાઈ.

પૂતળા પર લખ્યું હતું કે, ‘કોરોનાને હરાવવાનો છે. હિંદુસ્તાનને બચાવવું છે.
દશેરાની પૂર્વ સંધ્યા પર રામબાગમાં રાવણનું આવું જ પૂતળું જોવા મળ્યું. પૂતળા પર લખ્યું હતું કે, ‘કોરોનાને હરાવવાનો છે. હિંદુસ્તાનને બચાવવું છે. અસત્ય પર સત્યની જીત ત્યારે જ થશે. વર્ષ ૨૦૨૧માં મળીશું. ચંદીગઢના સેક્ટર-૪૬માં ૧૦ લોકોએ મળીને ૨૦ દિવસો સુધી કડક મહેનત કરી અને ૧૦-૧૨ ફૂટના રાવણનું પૂતળું બનાવી દેવાયું.

હકીકતમાં, ચંદીગઢ વહીવટીતંત્રએ કોરોનાને જોતાં રાવણ દહન કાર્યક્રમ પર રોક લગાવી દીધી હતી. એ કારણે લોકોએ કાર્યક્રમ ન યોજવાનો ર્નિણય લીધો હતો,

ચંદીગઢમાં વિજયાદશમીનું સૌથી મોટું આયોજન કોરોના મહામારીના કારણે રદ કરી દેવાયું.
પરંતુ નાના બાળકોને એ મંજૂર ન હતું. બાળકોની જિદ, લોકોની મહેનત અને લોકોની ભાવનાઓ સામે વહીવટી તંત્રએ ઝૂકવું પડ્યું અને કાર્યક્રમની મંજૂરી આપવી પડી. જોકે, ચંદીગઢમાં વિજયાદશમીનું સૌથી મોટું આયોજન કોરોના મહામારીના કારણે રદ કરી દેવાયું. ગુજરાતના સુરતમાં ટીચર્સે કોરોના પ્રતીક તરીકે રાવણના પૂતળાનું દહન કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.