Western Times News

Gujarati News

JDU ગુજરાત યુવાનો તથા સ્મોલ બિઝનેસમેનને એન્ટ્રેપ્રિનિયોરશીપ માટે મદદ કરશે

અમદાવાદ – કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયાને અસર પહોંચી છે, ઘણાં લોકો બેરોજગાર બન્યા છે તો કેટલાક લોકો પોતાને વતન ચાલ્યાં ગયા છે. આ કપરાં સમય દરમિયાન જેડીયુ ગુજરાત દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી રહી છે, જેનું નામ છે- “ઝીરો બેરોજગારી” (zero berojgaree).  તેમનો મૂળ હેતુ આ એપ્લિકેશન તથા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એન્ટ્રેપ્રિનિયોર્સ બનાવીને લોકોને બેરોજગારીથી બચાવવાનો છે. આ એપ્લિકેશન પર મુખ્યત્વે યુવાઓ અને સ્મોલ બિઝનેસમેન પોતાની ઈન્કવાયરી જનરેટ કરી શકે છે,

તેનાથી જેડીયુ પ્રોફેશનલ ટ્રેનર્સ, મોટીવેટર્સ તથા સાઇકોલોજિસ્ટની મદદથી આ મહામારીના સમયમાં પોતાનું ગુજરાન ચલાવવા યુવાઓ કઈ રીતે એન્ટ્રેપ્રિનિયોર બની શકે તે માટે તથા સ્મોલ બિઝનેસમેન કેવી રીતે પોતાનો બિઝનેસ આગળ વધારી શકે તે માટે ટ્રેનિંગ આપશે. સેક્રેટરી જનરલ બિશ્વજીત પોમાદે જેડીયુ ગુજરાતમાં આગામી ઇલેક્શનમાં તાલુકા, જીલ્લા પંચાયત અને કોર્પોરેશન ઇલેક્શનમાં બધી શીટ પર કેન્ડિડેટ ઉભા કરશે.

“ઝીરો બેરોજગારી” એપ્લિકેશનમાં ઓર્ડર પ્લેસ, સફરિંગ અને નો ચાર્જિસ અપોઈન્ટમેન્ટ જેવા ફીચર્સ છે. જેડીયુ ગુજરાત લોકોએ પોતાની સ્કિલ પ્રમાણે જોબ કરવી જોઈએ, જેનાથી તેમની આવડત કેળવાય છે.આ વિશે બોલતાં સુરેન્દ્ર છાજેડ જણાવે છે કે, “ઝીરો બેરોજગારી એપમાં લોકો સ્કિલ રજીસ્ટર કરાવી શકશે અને બિઝનેસ પ્રોમોટ પણ કરી શકશે. જેનાથી તેમને એન્ટ્રેપ્રિનિયોર બનવામાં મદદ મળશે .

મારું વિઝન સમાજ અને દેશને એક કરવા માટેનું છે. ખાસ કરીને અમે એન્ટ્રેપ્રિનિયોર્સ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. હું માનું છું કે ‘બિલ્ડીંગ યુથ, બિલ્ડીંગ નેશન’. મારા માટે બિઝનેસ “પ્રેશર” આપવાથી નહીં પરંતુ “પ્લેઝર” આપવાથી થાય છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “હાલ કોરોના મહામારી ચાલી રહી છે, પરંતુ આપણે સૌએ તેનાથી આગળ વધવાનું છે. આપણા દેશમાં ટેલેન્ટની અછત નથી પરંતુ પ્લેટફોર્મની અછત છે માટે આપણે સૌએ સાથે મળીને એક પ્લેટફોર્મ બનવાનું છે જેનાથી ટેલેન્ટ બહાર આવી શકે. આપણા દેશની વસ્તી આ દુનિયામાં બીજા નંબર પર આવે છે તેથી આપણે સૌ સાથે મળીને કામ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ.

આપણે દરેકે સ્કિલ્ડ વર્કર બનવાનું છે જેથી આપણે સૌ આ મહામારી સામે લડત આપી શકીશું. સેક્રેટરી જનરલ બિશ્વજીત પોમાદે જેડીયુ ગુજરાતમાં આગામી ઇલેક્શનમાં તાલુકા, જીલ્લા પંચાયત અને કોર્પોરેશન ઇલેક્શનમાં બધી શીટ પર કેન્ડિડેટ ઉભા કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.