પુત્રએ પત્ની સાથે મળી જનેતાની હત્યા કરતા ચકચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: દુનિયામાં કોઇપણ એવું ઘર નહીં હોય જ્યાં સાસુ-વહુના ઝઘડા ન થતાં હોય. પરંતુ દરેક ઘરમાં એ ઝઘડાનું કારણ અલગ અલગ હોઇ શકે છે.
અરવલ્લી જીલ્લામાં સાસુ વહુના ઝગડામાં પુત્રએ પત્નીનો પક્ષ લઈ જનેતાને મોતને ઘાટ ઉતારતા ભારે ચકચાર મચી છે સાસુ-વહુના ઝઘડાનું પરિણામ અત્યંત ડરામણું આવ્યુકે જે ક્યારેય કલ્પ્યુ ન હોય માલપુર તાલુકાના ભેમપોડા ગામે સાસુ-વહુના ઝગડાથી કંટાળી વહુએ તેના પતિની મદદથી વૃદ્ધ સાસુને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી.
માલપુરના ભેમપોડા ગામે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી માતાની હત્યા કરી લાશ કુવામાં નાખી
હત્યાનું પાપ છુપાવવા ગામ નજીક કુવામાં નાખી દીધી હતી વૃદ્ધાની લાશ મળી આવતા માલપુર પીઆઈ એફ એલ રાઠોડ અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોકલી આપી પ્રાથમીક તપાસમાં વૃદ્ધાની હત્યા પુત્ર-પુત્રવધુએ કરી હોવાનું બહાર આવતા બંને વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
પુત્રના ઘરે પારણું ન બંધાતા વારંવાર પુત્રવધુ મીનાક્ષીબેનને મહેણાં ટોણા મારતા
માલપુર તાલુકાના ભેમપોડા ગામે જમકુબેન શનાભાઈ ખાંટ તેમના પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષી બેન સાથે રહેતા હતા પુત્રવધુ મીનાક્ષી સાથે વૃદ્ધાને કામકાજ અંગે ઝગડા થતા હોવાથી અને તેમના પુત્રના ઘરે પારણું ન બંધાતા વારંવાર પુત્રવધુ મીનાક્ષીબેનને મહેણાં ટોણા મારતા હોવાથી ગૃહકંકાસ વધી જતા ઝગડાથી કંટાળેલ પુત્ર સોમાભાઈ અને તેની પત્ની મીનાક્ષીએ જમકુબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા
માતાની અને સાસુની હત્યા છુપાવવા પુત્ર-પુત્રવધુ એ વૃદ્ધાની લાશને ગામ નજીક કુવામાં નાખી દઈ જાણે કઈ જ ન બન્યું હોય તેમ ઘરે આવી ગયા હતા અને રાબેતા મુજબ કામકાજ શરુ કરી દીધું હતું શનિવારે જમકુબેનની લાશ કુવામાં તરતી હોવાની જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
પ્રાથમીક તપાસમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
માલપુર પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી પ્રાથમીક તપાસમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું
માલપુર પોલીસે મૃતક વૃદ્ધાના ભાઈ જેશાભાઈ ચતુરભાઈ પાંડોર (રહે,ગોવિંદપુર) ની ફરિયાદના આધારે પુત્ર સોમાભાઈ શનાભાઈ ખાંટ અને પુત્રવધુ મીનાક્ષીબેન સોમાભાઈ ખાંટ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા