Western Times News

Gujarati News

ગુજરાતી કલાકાર નરેશ કનોડીયાનું અવસાન

અમદાવાદ, ગુજરાતી ફિલ્મના જાણીતા કલાકાર અને ભાજપના અગ્રણી નરેશ કનોડીયાને કોરોના થતાં છેલ્લા કેટલાંક દિવસથી  હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે સવારે 77 વર્ષની વયે તેમણે અંતિમ સ્વાસ લેતાં લોકોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા નું દુઃખદ નિધન. કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

મોટાભાઈ મહેશ કનોડિયાનું થોડા દિવસ પહેલાં  જ અવસાન થયુ હતું. નરેશ કનોડીયાના અવસાનના સમાચાર સાંભળી રાજકિય નેતાઓ અને અગ્રણીઓએ તેમના પરિવારજનોને શાંતવના પાઠવી છે.

https://westerntimesnews.in/news/80728

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરીને કહ્યુ હતું કે ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણીશ્રી નરેશભાઈ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે.સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.