કોરોના મનુષ્યની કોશિકાઓની અંદર ઘૂસીને સંખ્યા વધારે છે
નવી દિલ્હી: દેશ-વિદેશમાં કહેર વરસાવી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ હવે વધુ ઘાતક થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે તેણે હવે માનવ શરીરમાં પ્રવેશનો નવો રસ્તો શોધી લીધો છે. વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં જાણ્યું કે કોરોના વાયરસ હવે એક પ્રોટીનની મદદથી શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. આ ખાસ પ્રોટીન તેના માટે કોરોના વાયરસને રસ્તો પૂરો પાડે છે. આ શોધ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
કોરોના વાયરસનું બહારના હિસ્સામાં અણીદાર કે સ્પાઇક રૂપ હોય છે.
શોધમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે કોરોના વાયરસનું બહારના હિસ્સામાં અણીદાર કે સ્પાઇક રૂપ હોય છે. તેની બહારની સપાટી પર એક ખાસ પ્રોટીન હોય છે જે મનુષ્યના શરીરમાં આવેલી કોશિકાઓને પ્રોટીન એસીઇ-૨ સાથે જોડાઈ જાય છે. આ પ્રકારે કોરોના વાયરસ તે મનુષ્યની કોશિકાઓની અંદર ઘૂસીને સંખ્યા વધારે છે.
કોશિકાઓમાં ઉપસ્થિત ન્યૂરોપિલિન-૧ નામના પ્રોટીનની ભાળ મેળવી છે.
ધીમેધીમે આ જીવલેણ વાયરસ ત્યારબાદ સમગ્ર શરીર પર કબજો કરી લે છે. વૈજ્ઞાનિકોએ આ સંબંધમાં બે શોધ કરી છે. વૈજ્ઞાનિકોએ આ દરમિયાન મનુષ્યની કોશિકાઓમાં ઉપસ્થિત ન્યૂરોપિલિન-૧ નામના પ્રોટીનની ભાળ મેળવી છે. આ પ્રોટીન પણ શરીરમાં કોરોના વાયરસના રિસેપ્ટરની જેમ કામ કરે છે.
ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ન્યૂરોપિલિન-૧ પ્રોટીનથી કોરોના વાયરસના શરીરમાં ઘૂસવા વિશે રિસર્ચ કર્યું છે.
એક શોધમાં ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના શોધકર્તાઓએ ન્યૂરોપિલિન-૧ પ્રોટીનથી કોરોના વાયરસના શરીરમાં ઘૂસવા વિશે રિસર્ચ કર્યું છે. શોધમાં જાણવા મળ્યું છે કે કોશિકાઓમાં ઉપસ્થિત ન્યૂરોપિલિન-૧ પ્રોટીનના અંશ વાયરસ પર ઉપસ્થિત હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આવું ત્યારે જ શક્ય છે
જર્મની અને ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ એકસમાન મત જાહેર કર્યો
જ્યારે તે વાયરસ આ પ્રોટીનને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવતો હોય. તે જર્મની અને ફિનલેન્ડના વૈજ્ઞાનિકોએ પણ એકસમાન મત જાહેર કર્યો છે કે શરીરમાં વાયરસના પ્રવેશનો બીજો રસ્તો ન્યૂરોપિલિન-૧ પ્રોટીન નામના પ્રોટીનના રૂપમાં ઉપલબ્ધ છે.