ગુજરાતી ચલચિત્ર જગતના અભિનેતા સ્વ. નરેશ કનોડીયાને મુખ્યમંત્રીની શ્રદ્ધાંજલિ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવું સ્થાન મેળવેલું તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ર જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે