ગુજરાત તોફાનોમાં મોદીને કલીન ચિટ મળવાને કારણે પરેશાન કરાયા હતાં: આર કે રાધવન
નવીદિલ્હી, સીબીઆઇના પૂર્વ ડાયરેકટર આર કે રાધવને પોતાની આત્મકથામાં સનસનીખેજ આરોપ લગાવતા કહ્યું કે ૨૦૦૨ ગુજરાત તોફાનોમાં નરેન્દ્ર મોદીને કલીનચિટ આપવા અને તેમની વિરૂધ્ધ કોઇ પુરાવા નહીં મળવાના પરિણામને લઇ વડાપ્રધાનના વિરોધીઓએ તેમને પરેશાન કર્યા હતાં.રાધવનના આરોપ બાદ એકવાર ફરી ગુજરાત તોફાનોને લઇ રાજકીય ગરમી ઉભી થઇ શકે છે.
એ રોડ વેલ ટ્રાવલ્ડના નામથી લખવામાં આવેલ આત્મકથામાં રાધવને લખ્યું છે કે તેમણે મારી વિરૂધ્ધ અરજીઓ લગાવી મુખ્યમંત્રીના પક્ષમાં કામ કરવાનો આરોપ લગાવ્યો કેન્દ્રીય એજન્સીઓએ દુરૂપયોગ કરતા ફોન પર મારી વાતચીતની દેખરેખ કરી તે કોઇ દોષ ન જણાતા નિરાશ હતાં.
સાંપ્રદાયિક તોફાનોમાં મોદીની મિલીભગતના લાગેલ આરોપોની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ માટે રચાયેલ એસઆઇટીના નેતૃત્વ રાધવને કર્યું હતું તેમણે દાવોકર્યો કે તે સમયના મુખ્યમંત્રીની ભૂમિકાને લઇ એસઆઇટીનું સ્પષ્ટ વલણ તેમના વિરોધીઓ માટે અરૂચિકર હતું. તેમણે પૂર્વ આઇપીએસ અધિકારીઓ સંજીવ ભટ્ટ તરફથી લગાવવામાં આવેલ આરોપોને પણ ખોટા બતાવ્યા ભટ્ટે આરોપ લગાવતા કહ્યું કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ મોડી રાતે થયેલ બેઠકમાં મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે હિન્દુઓને પોતાની ભાવનાની ભેટ કરવાથી ના રોકી શકાય રાધવને પણ પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે આરોપીની પુષ્ટી થઇ શકી નથી રાધવને પોતાના પુસ્તકમાં દાવો કર્યો કે આરોપોની પુષ્ટી થઇ શકી નથી રાધવને કહ્યું કે કહ્યું કે તપાસ દરમિયાન મોદીની પુછપરછ એક મહત્વપૂર્ણ ઘટના હતી. રાધવન પુસ્તકમાં લખે છે કે રાજય પ્રશાસન પર લગાવવામાં આવેલ આરોપોને લઇ અમે મોદીની પુછપરછ કરવાની હતી તે નવ કલાક ચાલી.HS