Western Times News

Gujarati News

એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણિતાના પતિની હત્યા કરી

Murder in Bus

Files Photo

સુરત, સુરતમાં ૨૪ કલાકમાં વધું એક હત્યાનો ગુનો સુરત પોલીસ ચોડપે નોંધાયો છે જેમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીના મોબાઇલ ફોન પર બબ્બે વખત કોલ કરી હેરાન કરનારને પરણિતાનો પતિ ઓળખી જતા પરિચિત ને ઠપકો આપનાર પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો. જોકે કારખાના માલિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા બાદ ટૂંકી સારવાર બાદ કરુંણ મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતમાં સતત ગુના ખોરી વધી રહી છે ત્યારે સુરતમાં સતત દરોજ હત્યા અને હત્યના પ્રયાના ગુના દાખલ થઈ રહ્યા છે, ત્યારે ગતરોજ એકજ દિવસમાં પોલીસ ચોપડે હત્યાની બીજી ઘટના નોંધાઈ છે. સુરતના કતારગામ જીઆઇડીસીમાં કાપડ રોલ પોલીશનું કારખાનું ચલાવતા રામુ સંતરામ ગોસ્વામી પોતાના પરિવાર સાથે અમરોલી વિસ્તારમા આવેલ કોસાડ આવાસમાં રહે છે.

જોકે આ કારખાના મલિક એવા રામુનીની પત્ની કવિતાના મોબાઇલ પર બે દિવસ અગાઉ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પૂજાને આપો એમ કહ્યું હતું. પરંતુ કવિતાએ અહીં કોઇ પૂજા નથી અને બીજી વખત કોલ કરતા નહીં એમ કહી ફોન કટ કરી દીધો હતો. રામુ કારખાનેથી જમવા આવતા કવિતાએ અજાણ્યા કોલની વાત કરી હતી અને આ અરસામાં જ પુનઃ કોલ આવ્યો હતો. આ કોલ રામુએ રિસીવ કર્યો હતો અને કોલ કરનારે પૂજાને ફોન આપવા કહ્યું હતું. પરંતુ રામુ કોસાડ આવાસમાં જ રહેતા આલમનો અવાજ હોવાનું ઓળખી જતા રામુએ તેને ઠપકો આપ્યો હતો. જેથી રામુ અને આલમ વચ્ચે ફોન પર જ ઝઘડો થયો હતો.આ બાબતની અદાવતમાં ગત રાત્રે આલમ તેના બે મિત્ર સતલા અને અલી સાથે ચપ્પુ, છરા અને લાકડાના ફટકા સાથે રામુના ઘરે ઘસી ગયા હતા. ઘરનો દરવાજો ખખડાવવાનો અવાજ આવતા રામુએ દરવાજો ખોલતા વેંત આલમ સહિત ત્રણેય જણા ચપ્પુ, છરા અને ફટકા વડે તૂટી પડયા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.