શરદી, ઉધરસ તેમજ વાયરલ ફિવરના કેસમાં ૨૦%નો વધારો
અમદાવાદ: શિયાળો હવે ગુજરાતના બારણે ટકોરા મારી રહ્યો છે અને એટલે જ હવે સવારમાં ઠંડીનો અહેસાસ પણ થવા લાગ્યો છે. જોકે બપોર થતા અસહ્ય ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે એટલે કે હાલ ઠંડીમાં ગરમીનો એહસાસ થતા ડબલ ૠતુ અનુભવાય રહી છે. જેના કારણે શરદી ઉધરસ અને વાયરલ ફિવરના કેસમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
શિયાળો આવતા આ ચિંતામાં વધુ વધારો થાય તેવું લાગી રહ્યું છે.
એકતરફ હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેવામાં વાયરલના કેસોમાં વધારો થતાં લોકોની તકલીફમાં વધારો થયો છે. હાલમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેના કારણે આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. તેવામાં હવે શિયાળો આવતા આ ચિંતામાં વધુ વધારો થાય તેવું લાગી રહ્યું છે.
બપોર થતા અસહ્ય ગરમી પડે છે એટલે ડબલ ૠતુના ચક્કરમાં લોકો અટવાયા છે
કારણ કે હાલમાં સવારમાં ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થઇ રહ્યો છે અને બપોર થતા અસહ્ય ગરમી પડે છે એટલે ડબલ ૠતુના ચક્કરમાં લોકો અટવાયા છે. આ અંગે જાણીતા ફિજીશિયન ડો. પ્રવીણ ગર્ગે જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના કેસ તો સામે આવી જ રહ્યા છે પણ તેની સાથે હવે સામાન્ય વાયરલ ફીવર, શરદી અને ખાંસીની તકલીફો વાળા દર્દીઓમાં વધારો થયો છે.
શરદી ખાંસી અને તાવ હોય ત્યારે લોકોએ વધારે સાવચેતી રાખવી પડશે.
સામાન્ય દિવસો કરતા શરદી, ખાંસી અને વાયરલ ફિવરના કેસમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ત્યારે આવા સમયે એટલે કે જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા હોય અને તેના લક્ષણ પણ શરદી ખાંસી અને તાવ હોય ત્યારે લોકોએ વધારે સાવચેતી રાખવી પડશે. ડબલ ઋતુનો અનુભવ હાલ થઈ રહ્યો છે
સામાન્ય શરદી, ઉધરસ કે તાવ હોય તો તેને પણ હળવાશમાં ના લેવું જોઈએ.
ત્યારે વહેલી સવારે લોકોએ કુલર અને એસીનો ઉપયોગ ટાળવો જોઈએ. ઠંડો ખોરાક અને ઠંડા પીણાંનો ઉપયોગ લોકોએ ટાળવો જોઈએ. સાથે સાથે લોકોએ ગરમ પાણીના કોગળા સવાર સાંજ કરવા જોઈએ. તેમજ જો સામાન્ય શરદી, ઉધરસ કે તાવ હોય તો તેને પણ હળવાશમાં ના લેવું જોઈએ.
આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે ત્યારે લોકોએ અત્યારથી જ સાવચેતી રાખવી પડશે તે નક્કી છે.
લોકો જાતે નક્કી ના કરે કે સામાન્ય શરદી, ઉધરસ છે તેના કરતાં તરત ડોકટરનો સંપર્ક કરે તેવી સલાહ પણ તબીબો આપી રહ્યા છે. મહત્વનું છે કે હજુ તો ઠંડીની સિઝન શરૂ થઈ રહી છે આગામી દિવસમાં ઠંડીમાં વધારો થશે ત્યારે લોકોએ અત્યારથી જ સાવચેતી રાખવી પડશે તે નક્કી છે.