વેરા કરતાં વોટ મહત્ત્વનો
મ્યુનિ.બોર્ડમાં ઉગ્ર ચર્ચા: સત્તાધારી પાર્ટી પ્રજાકીય કામમાં પણ વોટનું રાજકારણ રમી રહી છે: કોંગ્રેસ |
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાધીશો માટે પ્રજાનો વેરો નહીં પરંતુ વોટ મહત્ત્વનો છે તેમજ મ્યુનિ.શાળાઓની યોગ્ય દેખરેખ થતી ન હોવાથી તેમાં બુટલેગરો દારૂ મૂકી રહ્યા હોવાના આક્ષેપ મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસ પણ દ્વારા કરવામાં આવ્યા હતા. મ્યુનિ.બોર્ડની શરૂઆત થઈને પહેલાં તેમાં ભાગ લેનાર તમામ કોર્પાેરેટરો અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.
મ્યુનિ.કોર્પાેરેશનની સામાન્ય સભાના ઝીરો અવર્સમાં કોંગ્રેસના કાર્યકારી નેતા તૌફીકખાન પઠાણે રજૂઆત કરતા જણાવ્યું હતું કે મ્યુનિ.કોર્પાેરેશનની શાળાઓની યોગ્ય રીતે દેખરેખ થતી નથી. તેમજ તેનો ઉપયોગ બુટલેગરો કરી રહ્યાં છે. જે તે વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા શાળાઓમાં દારૂ રાખવામાં આવે છે. તેમજ ગેસના બાટલા અને અનાજની ચોરી થઈ રહી છે.
શહેરમાં ૭૦ માળની ઈમારતો બાંધવા માટે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ફાયર બ્રિગેડ પાસે હોનારત સમયે આટલી ઉંચાઈ પર જઈ બચાવકાર્ય થઈ શકે તેમ કોઈ જ વ્યવસ્થા નથી. જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પીરાણા ડમ્પીંગ સાઈટના બાયોમાઈનીંગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા મુજબ બાયોમાઈનીંગ માટે એક જ વર્ષમાં ૫૦ ટકા ઓછા ભાવ સાથે તે બાબત વિચાર માંગી લે તેવી છે.
અગાઉના ટેન્ડરમાં ઉંચા ભાવે કોન્ટ્રાક્ટ આપવાના કારણે મ્યુનિ.તિજાેરીને રૂા.૧૫ કરોડનું આર્થિક નુકસાન થયું છે. આ ભ્રષ્ટાચારમાં જેની પણ સંડોણી હોય તેની સામે કાર્યવાહી થાય તે જરૂરી છે. બાયોમાઈનીંગમાં ચાલી રહેલાં કૌભાંડની વિજિલન્સ તપાસ કરાવવા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાનું વધુમાં જણાવ્યું હતું. મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા અને સીનીયર કોર્પાેરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ સોલીડ વેસ્ટ વિભાગના ભ્રષ્ટાચાર અંગે આક્રમક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, સોલિડ વેસ્ટ વિભાગમાં દૈનિક રૂા.એક કરોડનો ખર્ચ થાય છે તેમ છતાં પરીણામ શૂન્ય છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
હેલ્થ અને સોલિડ વેસ્ટ ખાતા અલગ કરવામાં આવ્યા તે સમયથી શહેરની સફાઈના બદલે મ્યુનિ.તિજાેરીની સફાઈ થઈ રહી છે. તેથી ફરીથી આ જવાબદારી ડેપ્યુટી હેલ્થ ઓફીસરોને સોંપવામાં આવે તે જરૂરી છે.
મ્યુનિ.કોર્પાેરેશનના જનરલ બજેટમાં ઝોન અને વોર્ડ દીઠ ફાળવવામાં આવતાં બજેટમાં ગોલમાલ થઈ રહી છે. તેમજ કેટલાક કિસ્સામાં કામ થયા વિના જ બીલ મંજૂર થઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યાે હતો.
દરીયાપુરના કોર્પાેરેટર હસનખાન પઠાણે કોટ વિસ્તારનાં પ્રદૂષિત પાણીની સમસ્યા અંગે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, મ્યુનિ.કોર્પાેરેશનમાં અગાઉ પોલ્યુશન સેલ કાર્યરત હતો. જેના સારાં પરિણામ મળ્યા હતાં. પરંતુ છેલ્લા દસ વર્ષથી પોલ્યુશન સેલ બંધ છે. જેના કારણે કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણી સપ્લાય થઈ રહ્યું છે અને નાગરીકો રોગચાળાનો ભોગ બની રહ્યાં છે.
કોટ વિસ્તારનાં કામોમાં અંદાજિત કિંમત કરતાં ૪૫ ટકા ઓછા ભાવ આવે છે. ત્યારબાદ કામ થતાં નથી અને ગોઠવણ કરી બિલ મંજૂર થઈ જાય છે. શાસક પક્ષે તેમનાં મળતિયા-કોન્ટ્રાકટરને આ રીતે સોપારી આપી મધ્યઝોનમાં કામ ન થાય તેવી ગોઠવણ કરી છે. તેવો આક્ષેપ તેમણે કર્યાે હતો જેના જવાબમાં ભાજપ પક્ષ નેતા અમિત શાહે જણાવ્યું હતું કે, દરીયાપુરમાંથી અમને ૨૦ વોટ પણ નથી મળવાનાં તે જાણતાં હોવા છતાં અમે મેડીકલ વાન લઈને ત્યાં તમારા વિસ્તારમાં આવ્યા હતાં. મેયરે પણ તેમાં ટાપસી પુરાવતાં જણાવ્યું હતું કે, ધન્વંતરિ રથની સૌ પ્રથમ રજૂઆત જ મધ્ય ઝોનથી કરી હતી. તેની સામે હસનલાલાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, અહીં વાત વોટની નથી પરંતુ પ્રજાકીય સુવિધાની છે. અને વેરો ભરતાં નાગરીકો તમામ સુવિધાના હકદાર છે. માટે વેરાના બદલે વોટનું રાજકારણ રમી રહ્યાં છો અને તમે ઘમંડમાં આવી ગયાં છો.
હસનલાલાની આ રજૂઆત થતાં જ ભાજપનાં કોર્પાેરેટરો વિરોધ વ્યક્ત કર્યાે હતો તથા શબ્દો પાછા ખેંચવા જણાવ્યું હતું. તેની સામે કોંગ્રેસના કોર્પાેરેટરો પણ ઉભા થઈ ગયાં હતા અને ધાંધલ ધમાલ વચ્ચે બોર્ડ સમાપ્ત થયું હતું. અગાઉ મ્યુનિ.બોર્ડ શરૂ થતાં પહેલાં તમામ કોર્પાેરેટરો અને અધિકારીઓનાં એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, સપ્ટે.મહિનામાં બોર્ડની જેમ મેયરે કોરોના ટેસ્ટ માટે કોઈ પરીપત્ર કર્યાે નહોતો.