ખેડૂત, મજૂર નહીં રાજનીતિક પાર્ટી સરકારનો વિરોધ કરે છે
નવી દિલ્હી: બિહાર ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ વાતચીતમાં બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી ઘણી બાબતો પર ખુલીને ચર્ચા કરી હતી. ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે બિહારની જનતા ઘણી જાગૃત છે અને તે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવાનું જાણે છે. નીતિશ જી એ બિહારને વિકાસના પાટા પર લાવવાનું કામ કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીનું માર્ગદર્શન ઘણું મહત્વનું છે.
નીતિશ કુમાર બિહારનો વિકાસ કરી રહ્યા છે અને તે ઘણા ગંભીર નેતા છે. પ્રધાનમંત્રી મોદીનું માર્ગદર્શન ઘણું મહત્વનું છે. હું બધાને સાથે લઈને કામ કરું છું. અમારે ત્યાં કામ કરવાની રીત આવી છે. દરેક નાની-મોટી વાતમાં અમે ચર્ચા કરીએ છીએ. દરેક ચૂંટણીને ચૂંટણીની જેમ લડુ છું. અમિત શાહ જી ના નેતૃત્વમાં મોટાભાગના રાજ્યોના ચૂંટણીનો ભાર મારા ઉપર રહેતો હતો.
તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તે ૧૦ લાખ નોકરીઓ આપશે.
મારા માટે દરેક ચૂંટણી એક પડકાર છે. ભાજપા અધ્યક્ષે કહ્યું હતું કે તેજસ્વી યાદવ કહી રહ્યા છે કે તે ૧૦ લાખ નોકરીઓ આપશે. તેમના પિતાજીના સમયમાં ૧૦ લાખથી વધારે પલાયન થયું છે. તેને લાલુ પ્રશંસા સમજતા હતા. હવે તેજસ્વી તેના પર માફી કેમ માંગતા નથી. તેજસ્વી પોલિટિકલ ટૂરિસ્ટ છે, તે ફક્ત ચૂંટણીના સમયે આવે છે.
કાશ્મીર સાથે જોડાયેલા સવાલ પર જેપી નડ્ડાએ કહ્યું હતું કે ચિદમ્બરમ અને મહેબૂબા મુફ્તી ચૂંટણી સમયે આવા મુદ્દા ઉઠાવે છે. જેનો ઉદ્દેશ્ય વોટ બેંકની રાજનીતિ કરવાનો છે. કૃષિ બિલ પર બીજેપી અધ્યક્ષે કહ્યું હતું કે મજૂર અને ખેડૂત મોદી જી સાથે ઉભો છે. રાજનીતિક પાર્ટીઓ વિરોધ કરી રહી છે. અમારી પાર્ટીમાં બધી વસ્તુ વિચારીને કરવામાં આવે છે.