Western Times News

Gujarati News

દિલ્હી પાટા પરથી ઉતરતાં પ્લેઓફનું સમીકરણ ગૂંચવાયું

નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સની ગાડી આઇપીએલ ૨૦૨૦માં પાટા પરથી ઉતરી ગઈ છે. એક સપ્તાહ પહેલા સુધી લાગી રહ્યું હતું કે આ ટીમ પોઇન્ટ ટેલીમાં પહેલા કે બીજા નંબર પર રહી શકે છે. હવે ટૉપ-૨નું સપનું દિલ્હીથી દૂર થતું જઈ રહ્યું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદએ મંગળવારે કરો યા મરો ના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને ૮૮ રનથી હરાવી દીધું
સનરાઇઝર્સ હૈદરાબાદએ મંગળવારે કરો યા મરો ના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સને ૮૮ રનથી હરાવી દીધું. આ ટૂર્નામેન્ટમાં તેમની સૌથી મોટી જીત છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટૂર્નામેન્ટ સતત ત્રીજી હાર છે. આઈપીએલ ૨૦૨૦માં મંગળવારે હૈદરાબાદની મેચ દિલ્હી સાથે થઈ. હૈદરાબાદે પહેલા બેટિંગ કરતાં ૨ વિકેટ ગુમાવીને ૨૧૯ રનનો સ્કોર ખડધી દીધો. જવાબમાં દિલ્હીની ટીમ ૧૩૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ.

જીતની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઓફની પોતાની આશા કાયમ રાખી છે.
સનરાઇઝર્સ તરફથી સાહાએ સૌથી વધુ રન ફટકાર્યા. તેણે કેપ્ટન ડેવિડ વોર્નરની સાથે ઓપનિંગ કરતાં ૪૫ બોલમાં ૮૭ રનની ઇનિંગ રમી. વોર્નરે ૩૪ બોલ પર ૬૬ રન કર્યા. મનીષ પાંડેએ ૩૧ બોલમાં ૪૪ રન કરીને અણનમ રહ્યો. દિલ્હી તરફથી માત્ર પંત (૩૬) જ ૩૦ રનને પાર કરી શક્યો. આ જીતની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદે પ્લેઓફની પોતાની આશા કાયમ રાખી છે. આ તેની પાંચમી જીત છે.

દિલ્હી કેપિટલ્સની આ ૧૨મી મેચમાં સતત ત્રીજી અને કુલ મળીને પાંચમી હાર છે.
હવે તેના ૧૨ મેચમાં ૧૦ પોઇન્ટ થઈ ગયા છે. હવે તેણે બે મેચ રમવાની છે. પ્લેઓફની આશા કાયમ રાખવા માટે આ બંને મેચ તેણે જીતવી પડશે. દિલ્હી કેપિટલ્સની પાંચમી હારદિલ્હી કેપિટલ્સની આ ૧૨મી મેચમાં સતત ત્રીજી અને કુલ મળીને પાંચમી હાર છે. તેના સાત જીત સાથે ૧૪ પોઇન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પણ ૧૪-૧૪ પોઇન્ટ છે.

સતત ત્રણ મેચ હારી ચૂકી છે, જે તેના લય ગુમાવવાના સંકેત છે.
દિલ્હી રનરેટમાં પાછળ હોવાના કારણે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. દિલ્હીને હવે બે મેચ જ્યારે મુંબઈ અને બેંગલોરે ત્રણ-ત્રણ મેચ રમવાની છે. હવે દિલ્હી, મુંબઇ અને બેંગલોરના સરખા પોઇન્ટ છે. પરંતુ દિલ્હી ટૉપ-૨ની રેસમાં પાછળ પડી ગઈ છે. તેના ત્રણ કારણ છે. પહેલું તે મુંબઈ અને બેંગલોરની તુલનામાં એક લીગ મેચ વધુ રમી ચૂકી છે. બીજું તેની મેચ હવે આ બંને ટીમો સામે જ છે, જે ટૂર્નામેનટની સૌથી મજબૂત ટીમો છે. ત્રીજું, તે સતત ત્રણ મેચ હારી ચૂકી છે, જે તેના લય ગુમાવવાના સંકેત છે. એવામાં તેના માટે બંને મેચ જીતવી સરળ નહીં હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.