માહીના સંન્યાસ બાદ ભારત હવે પહેલી સિરિઝ રમશે
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ કોરોના વાયરસ મહામારી શરુ થઇ તે બાદથી એક પણ મેચ રમી નથી. હાલમાં જ યુએઈમાં આઇપીએલ ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યું છે જે હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે.
૬૯ દિવસના પ્રવાસમાં અહિયાં ત્રણેય ફોરમેટમાં સીરીઝ રમવાની છે.
આઇપીએલ ખતમ થવાની સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાની ફ્લાઈટ પકડી લેશે કારણ કે ખેલાડીઓ ૬૯ દિવસના પ્રવાસમાં અહિયાં ત્રણેય ફોરમેટમાં સીરીઝ રમવાની છે. ધોનીના સંન્યાસ બાદ ભારતની ક્રિકેટ ટીમ માટે પહેલો ઇન્ટરનેશનલ પ્રવાસ હશે.
બીસીસીઆઈએ પોતાના ટિ્વટર એકાઉન્ટની કવર પિક્ચર પર માહીની તસવીર લગાવી છે.
આ અવસર પર બીસીસીઆઈએ પોતાના જ અંદાજમાં સફળ કેપ્ટનને ખાસ ટ્રિબ્યૂટ આપ્યું. ભારતની ક્રિકેટ ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન અભૂતપૂર્વ છે અને તેને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઈએ પોતાના ટિ્વટર એકાઉન્ટની કવર પિક્ચર પર માહીની તસવીર લગાવી છે. આ તસવીર પર લખવામાં આવ્યું છે કે થેંક યુ સ્જી ધોની.
ન્યાસની અચાનક જ જાહેરાત કરી હતી જે બાદથી તેમના ચાહકો આઈપીએલની રાહ જોઈ રહ્યા હતા
માહીના ચાહકોને બીસીસીઆઈનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની અચાનક જ જાહેરાત કરી હતી જે બાદથી તેમના ચાહકો આઈપીએલની રાહ જોઈ રહ્યા હતા. જોકે આઈપીએલના આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી છતાં માહીની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી એવું કહી શકાય.
કોરોના વાયરસના કારણે લાંબા સમયથી ભારતીય ક્રિકેટની ટીમ મેદાનથી દૂર રહી હતી પરંતુ હવે કોરોના ગાઇડલાઈનનું પાલન કરીને મેચ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતની ટીમ હવે ઓસ્ટ્રેલીયા સામે ત્રણેય ફોરમેટમાં સીરીઝ રમવાની છે.