રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિનની જામનગર ખાતે અનેરી ઉજવણી
વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી અને તેની યોગ્ય માવજત કરવા નગરની જનતાને અપીલ કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
જામનગર, રાજયના લોકલાડીલા, સંવેદનશીલ અને માનવંતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનની જામનગર ખાતે અનેરી ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને માહાનગરપાલિકા શિક્ષણસમિતી દ્વારા સંચાલિત દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળા નં. ૩૧માં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષો વાવી ગ્રીન જામનગર પ્રોજેકટને આગળ ધપાવવા મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ અનુરોધ કરેલ હતો.
આજના પ્રદુષણ અને ગ્લોબલ વોર્મીંગ જેવી ગંભીર સમસ્યાથી બચવા માટે વૃક્ષ એક માત્ર વિકલ્પ હોય જેમ બને તેમ વધુ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી અને તેની યોગ્ય માવજત કરવા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ નગરની જનતાને અપીલ કરી હતી.
આજ તા. ૨ ઓગ્ષ્ટ ના રોજ આપણા લોકલાડીલા, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે શહેરમાં વિવિધ કાર્યક્રમો સાંદગી પૂર્વકના યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમો થકી જામનગરની જનતા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને તેમની લોકો પ્રત્યેની સંવેદનશીલતાના દર્શન કરાવે છે.
વૃક્ષા રોપણના કાર્યક્રમ બાદ રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને દિર્દ્યાયું, યશસ્વી તેમજ તંદુરસ્ત પૂર્ણ જીવનની શુભકામનાઓ પાઠવી સંવેદનશીલતા સભર લોકોની સેવા વધુમાં વધુ કરે તેવી લાગણી વ્યકત કરી હતી.
માહાનગરપાલિકા શિક્ષણસમિતી દ્વારા સંચાલિત દિગ્જામ સર્કલ પાસે આવેલ શાળા નં. ૩૧માં વૃક્ષા રોપણના કાર્યક્રમમાં મેયરશ્રી હસમુખ જેઠવા, શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિન્ડોચા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રી સુભાષ જોષી, શાશક પક્ષના નેતા શ્રી દિવ્યેશ અકબરી, શિક્ષણ સમિતીના ચેરમનશ્રી વસંત ગોરી, વાઇસ ચેરમેનશ્રી ચન્દ્રવદન ત્રિવેદી, પૂર્વ મેયરશ્રી પ્રતિભાબેન કનખરા, અગ્રણીશ્રી વિમલભાઇ કગથરા, કમિશ્નરશ્રી સતિષ પટેલ, કોર્પોરેટરશ્રીઓ તથા નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.