ફ્રાન્સમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું
પેરિસ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમાનુએલ મેક્રોએ કોરોનાને ધ્યાનમાં રાખીને દેશમાં ફરી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે તેઓએ કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર વધારે ખતરનાર હોઇ શકે છએ જાે કડક પગલા નહીં લેવાય તો મૃત્યુ આંક ચાર લાખ સુધી પહોંચી શકે છે.આથી લોકડાઉન શુક્રવારથી શરૂ કરાશે અને ૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી રહેશે.
તેમણે કહ્યું કે દેશમા ંલાગુ કરાયેલા પહેલાના લોકડાઉન કરતા થોડી છુટછાટ વધારે મળશે પરંતુ આ સમયે શાળાઓ,જનસેવા અને કાર્યાલય ચાલુ રાખી શકાશે બહાર નીકળનારાઓએ સાથે ડોકયુમેન્ટ્સ રાખવાના રહેશે જેથી ખ્યાલ આવે કે તેઓ જરૂરી કામે નિકળ્યા છે પોલીસ આ વાતનું ધ્યાન રાખશે લોકડાઉનમાં ફરીથી રેસ્ટોરન્ટ્સ બંધ કરાશે.
ફ્રાન્સમાં કોરોના વાયરસે ફરીથી વિકરાળ રૂપ ધારણ કર્યું છે છેલ્લા ૨૪ કલાકમાં ફ્રાન્સમાં ૫૨૩ લોકોના મોત થયા છે એપ્રિલ પછી આ આંક સૌથી વધુ છે છેલ્લા ૨૪ કલાકમાં અહીં ૩૩૪૧૭ નવા કેસ આવ્યા છે સોમવારથી મંગળવારની વચ્ચે ફ્રાંન્સમાં ૧૧૯૪ કેસ વધ્યા છે રાષ્ટ્રપતિ મૈક્રો કોરોનાને ધ્યાનમાં રાખીને આપાત બેઠક પણ બોલાવી ચુકયા છે.HS