Western Times News

Gujarati News

વૈશ્વિક આતંકીને પાકિસ્તાન શરણ આપે છે : ભારત

प्रतिकात्मक

નવી દિલ્હી: ભારતએ ગુરુવારે કહ્યું કે આતંકવાદનું સમર્થન કરવામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે સમગ્ર વિશ્વ જાણે છે અને તે (પાકિસ્તાન) ભલે જેટલો ઇન્કાર કરે, પરંતુ સત્ય છુપાવી નહીં શકે.

ભારત-અમેરિકાની વચ્ચે ટૂ-પ્લસ-ટૂ મંત્રણા બાદ જાહેર સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાન વિશે અને સરહદ પારથી આતંકવાદનો ઉલ્લેખ કરતાં ઈસ્લામાબાદની આપત્તિ પર આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતાં ભારતે આ વાત કહી છે.

આતંકવાદી ઘોષિત કરવામાં આવેલો મોટાભાગના લોકોને આશ્રય આપે છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવ એ કહ્યું કે જે દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી ઘોષિત કરવામાં આવેલો મોટાભાગના લોકોને આશ્રય આપે છે, તેને પોતાને પીડિત ગણાવવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ.

તેઓએ ભારત-અમેરિકા સંયુક્ત નિવેદનને લઈને પાકિસ્તાનની પ્રતિક્રિયા પર પૂછવામાં આવ લા સવાલના જવાબમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આતંકવાદનું સમર્થન કરવામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે સમગ્ર વિશ્વ સત્ય જાણે છે.

તેના નિયંત્રણવાળા કોઈ પણ ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે ન કરી શકે.
ભારત અને અમેરિકાએ સંયુક્ત નિવેદનમાં સરહદ પારથી થનારા તમામ પ્રકારના આતંકવાદની આકરી નિંદા કરી હતી. સાથોસાથ પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓ તેને સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક, સતત અને અપરિવર્તન પગલાં ઉઠાવે કે તેના નિયંત્રણવાળા કોઈ પણ ક્ષેત્રનો ઉપયોગ આતંકવાદી હુમલાઓ માટે ન કરી શકે.

વિદેશ કાર્યાલયે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, સંયુક્ત નિવેદનમાં અમે પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાને ભ્રમિત કરવાને કરાર કરતાં નકારી કાઢીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.