Western Times News

Gujarati News

કાજલે હલ્દી સેરેમનીમાં પીળા આઉટફીટમાં ફોટા શેર કર્યા

મુંબઈ: ઈન્ડિયન એક્ટ્રેસ કાજલ અગ્રવાલ તારીખ ૩૦ ઓક્ટોબર એટલે કે શુક્રવારના દિવસે બૉયફ્રેન્ડ ગૌતમ કીચલૂની સાથે લગ્ન કર્યા. એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાલ લગ્નની અલગ-અલગ વિધિઓમાં વ્યસ્ત જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ કાજલ અગ્રવાલના કેટલાંક ફોટોગ્રાફ્સ વાયરલ થઈ રહ્યા છે કે જેમાં તે અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. આજે એક્ટ્રેસ કાજલ અગ્રવાલે તેના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની મહેંદી સેરેમનીનો એક ફોટોગ્રાફ શેર કર્યો હતો.

થોડા દિવસોમાં જ બૉયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
મોટાભાગે સાઉથ ઈન્ડિયન ફિલ્મો કરનાર એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બોલિવૂડમાં વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ સિંઘમથી પોપ્યુલર થઈ હતી. તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ એક્ટ્રેસ કાજલ અગ્રવાલે એ પ્રકારે જાહેરાત કરી હતી કે તે થોડા દિવસોમાં જ બૉયફ્રેન્ડ ગૌતમ કીચલૂ સાથે લગ્ન કરવા જઈ રહી છે. એક્ટ્રેસ કાજલ અગ્રવાલે જે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં ‘સિંઘમ, ક્યું! હો ગયા ના, સ્પેશિયલ ૨૬નો સમાવેશ થાય છે.

ફોટોગ્રાફમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાથમાં મહેંદી લગાવીને ડાન્સ કરી રહી છે
એક્ટ્રેસ કાજલ અગ્રવાલના લગ્ન પહેલાના અન્ય ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. કોઈ ફોટોગ્રાફમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હાથમાં મહેંદી લગાવીને ડાન્સ કરી રહી છે તો કોઈ ફોટોગ્રાફમાં તે અલગ જ લૂકમાં તૈયાર થતી જોવા મળી રહી છે.

આ ફોટોગ્રાફ્સમાં એક્ટ્રેસ કાજલ અગ્રવાલ હલ્દી સેરેમની માટે તૈયાર થયેલી જોવા મળી રહી છે. તે પીળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે અને ફેન્સ પણ આ ફોટોગ્રાફ પર વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. એક્ટ્રેસ કાજલ અગ્રવાલે જણાવ્યું હતું કે મને એ વાતનો આનંદ થઈ રહ્યો છે કે હું ગૌતમ કિચલુની સાથે તારીખ ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦ના દિવસે મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છું. જેમાં અમારા પરિવારના લોકો હાજર રહેશે.

હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેમ છતાં અમે અમારા જીવનને એકસાથે શરૂ કરવા માટે ઉત્સાહી છીએ. મને તે વાતનો પણ ખ્યાલ છે કે તમે પણ અમારી સાથે ખુશ છો. એક્ટ્રેસ કાજલ અગ્રવાલે જે બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી છે તેમાં સિંઘમ, ક્યું! હો ગયા ના, સ્પેશિયલ ૨૬નો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.