Western Times News

Gujarati News

કોરોનામાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો ર્નિણય મહત્ત્વનો

અમદાવાદ: અમદાવાદમાં વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં એક ર્નિણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે. ધુમાડાવગરની તમાકુ વસ્તુઓના સેવન અને તેને જાહેરમા થૂંકવાથી કોવિડ ૧૯ વધવાનો ખતરો વધી શકે છે જેના કારણે આ ર્નિણય મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો. કોવિડ ૧૯ મહામારી દરમિયાન પહેલા કરતા સ્મોકલેસ તમાકુની વસ્તુઓ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય માટે ઘણી અસરકારક હતી.

પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ ૧૯ ફેલાવવાનો ભય વધારે માનવામાં આવતો હતો.
ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ ૧૯ ફેલાવવાનો ભય વધારે માનવામાં આવતો હતો.

આ ઉપરાંત આવી વસ્તુઓનાં સેવન માટે હાથ અને મોંનો ઉપયોગ કરવો પડે છે જેનાથી પણ આ વાયરસ વધારે ફેલાવવાનો ભય હતો. આ વસ્તુઓ વેચતી દુકાનો બંધ કરવા પાછળ બે હેતુઓ હતા એક તો કોવિડ ૧૯નાં સંક્રમણને ઓછો કરવો અને જાહેર જનતાનાં સ્વાસ્થ્યને સુધારવાનો.

મેં માં પાંચ શહેરો – મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને થાનેમાં આખા દેશનાં ૫૦ ટકા કેસો નોંધાયા હતા.
અન્ય દેશોની જેમ ભારત પણ શહેરોમાં કોવિડ૧૯નાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતા. મેં માં પાંચ શહેરો – મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને થાનેમાં આખા દેશનાં ૫૦ ટકા કેસો નોંધાયા હતા. ૧૫ માર્ચ ૨૦૨૦એ જ્યારે કોરોના વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો હતો ત્યારે ગુજરાત ચીફ સેક્રેટરી અનિલ મુકીમે, જાહેરમાં થૂંકવાનો પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો હતો.

આ દંડ લગાવ્યાં પહેલા દિવસે ૧૨૪૪ માણસો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો.
ત્યારે જાહેરમાં થૂંકવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેના કારણે આ દંડ લગાવ્યાં પહેલા દિવસે ૧૨૪૪ માણસો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જે બાદ ૨૩ માર્ચ પછી આ દંડને વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. અને જે લોકો આ દંડ ન ભરતા તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.