મોડાસા શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારના નામે દેખાડો…..!!
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે બીજીબાજુ અરવલ્લી જીલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વકરતા જતા કોરોના સંક્રમણને પગલે તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે
તંત્ર અને અધિકારીઓ વિવિધ સપથ લેવામાં વ્યસ્ત રહેતા હોય તેમ કોરોના સંક્રમણ અટકાવવા કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા બાદ અધિકારીઓ કન્ટેન્ટમેન્ટ એરિયાની મુલાકાત લેવાનું ભૂલી ગયા હોય તેમ કન્ટેન્ટમેન્ટ એરિયામાં અનેક પ્રકારની લાલીયાવાડી જોવા મળી રહી છે
કન્ટેન્ટમેન્ટ એરિયામાં બે રોક-ટોક અવર-જ્વર યથાવત રહેતા આગામી સમયમાં કોરોના બોમ્બ વિસ્ફોટ થાય તો નવાઈ નહિ
મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં કોરોનાગ્રસ્ત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ જાહેરના બોર્ડ તો તંત્રએ લગાવી દીધા બાદ સરકારી ગાઈડ લાઈન મુજબ અન્ય કોઈ સુવિધા ઉપલબદ્ધ ન કરાવતા કન્ટેન્ટમેન્ટ એરિયામાં બે રોક-ટોક અવર-જ્વર યથાવત રહેતા આગામી સમયમાં કોરોના બોમ્બ વિસ્ફોટ થાય તો નવાઈ નહિ આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરી છે એક બાજુ કોરોના પોઝીટીવ દર્દીઓના નામ જાહેર ન થતા સ્થાનિક નાગરિકો અવઢવમાં મુકાયા છે.
મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં શંકાસ્પદ કોરોનામાં ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે
મોડાસા શહેરમાં કન્ટેન્ટમેન્ટ એરિયાના નામે ફક્ત દેખાડો કરવામાં આવતો હોવાની અનેકવાર બૂમો ઉઠી છે ત્યારે મોડાસા શહેરની ઋષિકેશ સોસાયટીમાં શંકાસ્પદ કોરોનામાં ત્રણ લોકોના મોત થઇ ચુક્યા છે
ઋષિકેશ, કૃષ્ણનગર સોસાયટીમાં કોરોનાના અજગરી ભરડામાં સપડાયો હોય તેમ વધુ એક આધેડ વ્યક્તિ કોરોનાગ્રસ્ત થતા તંત્ર કોરોના સંક્રમણ અટકાવવા કન્ટેન્ટમેન્ટ કરી બેરિકેડ તો લગાવી દઈ સંતોષ માની રહ્યું છે કન્ટેન્ટમેન્ટ એરિયામાં નગરપાલિકા અને પોલીસતંત્ર પણ જવાબદારી ભૂલી ગયું હોય તેમ સરકારી ગાઈડ લાઈન મુજબ કોઈ સુવિધા ઉપલબદ્ધ ન કરાવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
નામ સાથેની માહિતી આપવામાં આવે તો બીજા લોકો કોરોના પોઝીટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળી શકે છે.
અરવલ્લી જીલ્લાના સહીત મોડાસા શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. રોજેરોજ ચિંતાજનક કેસો સામે આવી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના પોઝીટીવ લોકોના નામ આપવામાં આવતા ન હોવાથી પોઝીટીવ કેસોના નામ ન આપવાના કારણે અન્ય વ્યક્તિઓ પોઝીટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા છે કે કેમ તેની ખબર પડતી નથી. આ ઉપરાંત નામ સાથેની માહિતી આપવામાં આવે તો બીજા લોકો કોરોના પોઝીટીવ વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળી શકે છે.
રાજ્ય આરોગ્ય વિભાગના કોરોના સંક્રમીત દર્દીઓના આંકડા અને સ્થાનિક આરોગ્ય ખાતાની આંકડાકીય માહિતીની ભૂલભરેલી વિગતો સ્થાનિક સોશિયલ મીડીયામાં વાઈરલ થઈ રહી છે. જો માહિતી ઓનલાઈન જાહેર કરવામાં આવે તો કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવ્યાની જાણ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે