પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ મેયર શ્રીમતી બીજલબેન પટેલ, સાંસદ શ્રી સી.આર.પાટીલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમ, જીલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે અને પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ઘરે જઈને શ્રધ્ધાંજલિ આપી હતી ત્યારબાદ, ગાંધીનગરમાં સ્વર્ગસ્થ શ્રી મહેશભાઇ અને સ્વર્ગસ્થ શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓ ફિલ્મો, સંગીત અને સંસ્કૃતિની દુનિયા સાથે સંકળાયેલા હતા. In Gandhinagar, PM Narendra Modi paid tributes to late Shri Maheshbhai and late Shri Nareshbhai Kanodia, who were associated with the world of films, music and culture.
પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે, ગુજરાતના મશહૂર સંગીતકાર અને ગાયક શ્રી મહેશ કનોડિયાના અવસાનથી દુઃખ અનુભવું છું. શ્રી મહેશ કનોડિયાએ ગુજરાતી લોકસંગીતને લોકપ્રિય બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓની લાંબા સમયની સંસદસભ્ય તરીકેની પ્રભાવી કામગીરીનો હું નજીકથી સાક્ષી રહ્યો છું.