દેશમાં એક દિવસમાં ૪૮૬૪૮ નવા મામલા સામે આવ્યા

Files Photo
નવીદિલ્હી, કોરોના વાયરસના દૈનિક મામલામાં આજે ફરી ઘટાડો આવ્યો છે.ગુરૂવારની સરખામણીમાં શુક્રવારે કોવિડ ૧૯ના નવા મામલામાં કમી આવી છે ગુરૂવારે જયાં ૪૯,૮૮૧ મામલા સામે આવ્યા ત્યાં ગત ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૪૮,૬૪૮ નવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે.કોરોનાની બરોબર થનારા દર્દીઓની સંખ્યા ૭૩ લાખને પાર કરી ગઇ છે. બીજી તરફ પહેલીવાર સક્રિય મામલાની સંખ્યા છ લાખની નીચે પહોંચી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૪૮,૬૪૮ નિવા મામલા રિપોર્ટ કરવામાં આવ્યા છે જયાં આ દરમિયાન વાયરસને કારણે ૫૬૩ લોકોના મોત નિપજયા છે.દેશમાં કોવિડ ૧૯થી અત્યાર સુધી કુલ ૮૦,૮૮,૮૫૧ લોકો સક્રમિત થયા છે.
આંકડા અનુસાર દેશમાં વાયરસથી બહાર આવનારા દર્દીઓની સંખ્યા દરેક દિવસે વધી રહી છે.ગત ૨૪ કલાકમાં કોરોનાથી ૫૭,૩૮૬ દર્દી ઠીક થયા છે આ રીતે દેશમાં વાયરસને માત આપનાર દર્દીઓની સંખ્યા વધી ૭૩,૭૩, ૩૭૫ થઇ ગઇ છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સક્રિય મામલા છ લાખથી ઓછા થઇ ગયા છે.વર્તમાનમાં કોવિડ ૧૯ના કુલ સક્રિય મામલા ૫,૯૪,૩૮૬ છે જે ગત ૨૪ કલાકમાં ૯૩૦૧ની કમી થઇ છે.દેશમાં અત્યાર સુધી કુલ ૧,૨૧,૦૯૦ દર્દીઓના કોરોનાથી મોત થયા છે.
ભારતીય ચિકિત્સા પરિષદે કહ્યું કે ૨૯ ઓકટોબર સુધી કોવિડ ૧૯ના ૧૦,૭૭,૨૮,૦૮૮ નમુનાની તપાસ કરવામાં આવી છે જયારે ૧૧,૬૪,૬૪૮ નમુનાની તપાસ ગઇકાલે કરવામાં આવી હતી.HS