સ્કૂલબેગમાં પુસ્તકો નહિ પણ હતી શરાબની બોટલો
મોડાસા ટાઉન પોલીસે રાજસ્થાની બુટલેગરને ડુંગરવાડા ચોકડી નજીકથી ૩૦ બોટલ સાથે ઝડપ્યો
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ પૂરતી રહી છે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શરાબના શોખીનો વધતા બુટલેગરો નો પણ ટોટો નથી વિદેશી દારૂની માંગો તે બ્રાન્ડનો દારૂ સહેલાઇ થી મળી રહ્યો છે બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અનેક પ્રકારના કીમિયા અપનાવી રહ્યા છે
ત્યારે સ્કૂલબેગમાં વિદેશી દારૂની મોંઘીદાટ દારૂની હેરાફેરી શરૂ થતા પોલીસ પણ અચંબિત બની છે મોડાસા ટાઉન પોલીસે ડુંગરવાડા ચોકડી નજીકથી બે સ્કૂલબેગ સાથે પસાર થતા શખ્શને અટકાવી સ્કૂલબેગની તલાસી લેતા બેગ માંથી ૩૦ બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવતા રાજસ્થાની ખેપીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા ટાઉન પીઆઈ સી પી વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે ડુંગરવાડા ચોકડી નજીકથી બે સ્કૂલબેગ ભરાવી પસાર થતા ખેપીયાને અટકાવી તલાસી લેતા સ્કૂલબેગ માંથી વિદેશી દારૂની બોટલ નંગ-૩૦ કીં.રૂ.૬૦ હજારનો જથ્થો મળી આવતા ટાઉન પોલીસે સ્કૂલબેગ માં દારૂની ખેપ મારી રહેલા લાલચંદ કનૈયાલાલ અસારી (રહે,ભોમટાવાડા, ખેરવાડા-રાજસ્થાન) ને દબોચી લઈ વિદેશી દારૂ,મોબાઈલ મળી કુલ રૂ.૩૧૦૦૦૦/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી