ચીન વિધટન પ્રક્રિયાના નામ પર લોલીપોપ આપી પીછે હટ કરવા ઇચ્છે છે

નવીદિલ્હી, પૂર્વી લદ્દાખમાં વિધટન પર સૈન્ય કુટનીતિક સ્તરના આઠમા દોરની વાર્તા માટે તારીખને લઇ ભારત ચીનની પુષ્ટીની રાહ જાેઇ રહ્યું છે.એચટીને ખબર છે કે તેને પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા ફિંગર ૪થી ચીની સૈનિકોની વાપસીની શરતોને રદ કરી દીધી છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિષ્ઠાનમાં વિચારથી પરિચિત અધિકારીઓ અનુસાર આગામી દૌરની વાર્તા ૧૯મી સીપીસી કેન્દ્રીય સમિતિના પાંચમાં પૂર્વ સત્ર અને ત્રણ નવેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ ચુંટણીઓની સમાપ્તિ બાદ થશે ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના તરફથી એ સ્પષ્ટ કરી દીધુ છે કે દેશ વિઘટન અને ડી એસ્કલેશન વાર્તાને જારી રાખવા માટે તૈયાર છે જેથી મે ૨૦૨૦થી તહેનાત બંન્ને સેનાઓ પોતાના બેરેકમાં પરત ફરી શકે.
બંન્ને પક્ષો વચ્ચે ચર્ચાથી પરિચિત વરિષ્ઠ સૈન્ય કમાંડરો અનુસાર ભારતે પીએલએની એ શરત માની લીધી છે કે ભારતીય સેનાને ફકત પૈહોંહ ત્સોની ફિંગર ૩ સુધી ગશ્ત કરવી જાેઇએ.
ચીની સેના ફકત ફિંગર ૫ સુધી ગશ્ત કરે આ અસ્વીકાર્ય છે નહીંતર વિવાદાસ્પદ ફિંગર ચાર અધિકૃત અકસાઇ ચિનનો ભાગ બની જશે. અનિવાર્ય રીતે ચીની પ્રસ્તાવનો અર્થ છે કે ફિંગર ૪ બંન્ને સેનાઓ માટે સીમાની બહાર થઇ જશે ભલે જ ભારતીય સેના પહેલા ફિંગર ૮ સુધી ગશ્ત કરતી હતી ૧૯૫૯ની લાઇન દ્વારા વાસ્તવિક નિયંત્રણ રેખા કે એલએસી ચીનની નજરમાં પૈગોંગ ત્સો ઝીલની ફિંગર ચારથી થઇ પસાર થાય છે ભારતે તેને ફગાવી દીધુ છે.
ભારતની નજરમાં એલએસીની આ રેખા ખારા પાણીની ઝીલને ફિગંર આઠથી પસાર થાય છે મામલાને જટિલ કરવા માટે પીએલએએ ફિંગર આઠથી ફિંગર ચાર સુધી એક સડકનું નિર્માણ કર્યું છે.
જયારે ભારતીય પક્ષને હજુ પણ માર્ગને ફિંગર ચારમાં જાેડવાનું બાકી છે જયારે ભારતીય અને ચીની સેના બંન્ને ફિગર ચાર પર ૫૮૦૦ મીટરની ઉંચાઇ છે બીજીંગનો પ્રસ્તાવ છે કે ભારતીય સેના આ વિસ્તારને પુરી રીતે ખાલી કરી દે ૫-૬ મેની રાત પીએલએની કીલવાળી કલબો અને છડોનો ઉપયોગ કરતા ફિગર ચાર પર હુમલો કર્યો એક ભારતીય સેનાના અધિકારીને પૈગોંગ ત્સો ઝીલમાં ફેકી દીધો અને ભારતીય સૈનિકોથી ઝઘડી પડયા હતાં.
ભારતે ચીનના તે પ્રસ્તાવને પણ રદ કરી દીધો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે વિધટન પ્રક્રિયાના હિસ્સાના રૂપમાં ભારતીય સેના પેંગોગ ત્યોના દક્ષિણ કિનારા પર રેજાંગ લા રચિન લા રિઝ લાઇનને પહેલા ખાલી કરે.HS