ચાંદખેડામાં અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતું કોલસેન્ટર પકડાયું
અમદાવાદ: ચાંદખેડા વિસત સર્કલ નજીકના ફોર-ડી સ્કવેર મોલની સામે એમ્પોરિયા કુંજ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે ચાલતા એ કોલ સેન્ટર પર ઝોન-૨ ડીસીપીના સ્કવોડે રેડ કરી હતી. પાંચ શખ્સો ભેગા મળી અમેરિકન નાગરિકોને કોલ કરતા અને તમારા સોશિયલ કાર્ડ ખોવાઈ ગયું છે અનેજે કાર્ડનો મિસ યૂઝ થયો છે તે બ્લોક થઈ જશે,
પોલીસની હેરાનગતિ થશે તો તમારે નવું કાર્ડ કઢાવી લેવું જાેઈએ તેમ ડરાવી કાર્ડની ફીના નામે ડોલર પડાવી લેતા હતા. અમેરિકન નાગરિકો પાસે આઈટ્યૂનના કાર્ડ પડાવી લેતા હતા અને અમદાવાદના એક શખ્સ પાસે તે રુપિયા કન્વર્ટ કરાવતા હતા. ઝોન-૨ના ડીસીપી વિજય પટેલે જણાવ્યું હતું કે, કોલસેન્ટરની ઓફિસનો દરવાજાે અંદરથી બંધ હતો.
કોલ સેન્ટરનો સંચાલક સાબરમતીનો અક્ષય ઉદ્યન ભાવસાર, મહારાષ્ટ્રનો ઓસ્ટીન માઈકલ નાદર, વસ્ત્રાલનો પ્રિન્સ સર્વેસ ગુપ્તા, સુઘડનો આદિત્ય મહેશ વિરાણી અને મેઘાણીનગરનો અમીત અશોક ચચલાણીની પોલીસે ધરપકડ કરી ૮ લેપટોપ, ૨ રાઉટર સહિતનો ૧.૬૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યાે હતો.