Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનાં ૯૬૯ કેસ આવ્યા

ગાંધીનગર: ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૮,૬૪૮ નવા કેસ નોંધાયા છે. જેમાં ૫૬૩ લોકોના મોત થયા છે. કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને કર્ણાટક અને દિલ્હીમાં સૌથી વધુ પ્રકોપ જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ૭૦૨૦, મહારાષ્ટ્રમાં ૫૯૦૨, દિલ્હીમાં ૫૭૩૯, કર્ણાટકમાં ૪૦૨૫ કેસ નોંધાયા છે તો ગુજરાતમાં પણ નવા ૯૬૯ કેસ નોંધાતા

હવે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો પણ ૧૭૨૦૦૯એ પહોંચ્યો છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૧,૬૫૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૬૦,૦૨,૨૭૩ થયો છે. રાજ્યમાં ૯૬૯ નવા દર્દીઓ સામે ૧૦૨૭ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૫૫,૧૦૫ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૭૯૪.૭૨ ટેસ્ટ થાય છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૧૦,૮૬૫ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી ૫,૧૦,૭૫૮ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૦૭ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩૧૯૦ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૨ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

જ્યારે ૧૩,૧૨૮ની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ૨૪ કલાકમાં વધુ ૬ દર્દીઓ મોતને ભેટ્યા છે. જેમાં રાજકોટ કોર્પોરેશનમાં ૧, સુરત કોર્પોરેશનમાં ૨, પાટણમાં ૧ અને અમદાવાદ કોર્પોરેશનમાં ૨ દર્દીઓના મોત નીપજ્યા છે. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૩૭૧૪ થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.