ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનના પોસ્ટરને મુંબઇના લોકોએ રસ્તા પર ચોંટાડ્યા

મુંબઈ, ફ્રાંસની સરકાર અને કટ્ટરપંથી સંગઠનોની વચ્ચે હાલ છે યુદ્ધ છેડાયું છે તેની અસર હવે દુનિયાભરના અનેક દેશોમાં જોવા મળી રહી છે. દુનિયાભરમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે. ભારત પણ તેમાંથી બાકાત નથી રહ્યું.
ભારતના પણ અનેક વિસ્તારોમાં મૈક્રોં વિરુદ્ધ લોકોએ ગુસ્સો જોવા મળી રહ્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદની વિરુદ્ધની લડાઇમાં ભારત ફ્રાંસની સાથે ઊભું છે. અને આ મામલે પીએમ મોદીએ ફ્રાંસમાં થયેલા હુમલાની નિંદા પણ કરી હતી.
દક્ષિણ મુંબઇના એક વ્યક્તિ આ પછી રસ્તા પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના પોસ્ટર ચોંટાડ્યા હતા. રસ્તા પર આ ફોટો લાગતા ત્યાંથી પસાર થતા વહાનો તેને બગાડીને જઇ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસ અહીં પહોંચી હતી. અને તેણે રસ્તા પર લાગેલા પોસ્ટને હટાવ્યા હતા.
જાણકારી મુજબ મુંબઇના ભિંડી બજારમાં અને જેજે ફ્લાઇઓવર તથા મોહમ્મદ અલી રોડ પર આ ઘટના બની હતી. નોંધનીય છે કે ફ્રાંસના એક કાર્ટૂન વિવાદને લઇને મુસ્લિમ દેશોની આલોચનાનો શિકાર ફ્રાંસ બની રહ્યો છે. સોશિયલ મીડિયામાં આનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં પોસ્ટ પરથી લોકો જઇ રહ્યા હોય તેવું નજરે પડે છે.