મોંધવારી પહેલા ડાયન હતી આજે શું ભૌજાઇ છે: તેજસ્વી યાદવ
પટણા, બિહારમાં બીજા તબક્કાના મતદાન માટે તમામ પાર્ટીઓ પ્રચારમાં પુરી તાકાત લગાવી રહી છે નેતા જયાં એક તરફ રેલીઓ કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ એક બીજા પર આરોપ પણ લગાવી રહ્યાં છે આ દરમિયાન ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ રાષ્ટ્રીય જનતાદળના નેતા તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું છે.
તેમણે કહ્યુંકે એક વ્યક્તિ જેને મુદ્દાની સમજ નથી જેણે ધો.૧૦ પાસ કર્યું નથી તે એક યોગ્ય એન્જીનીયર નીતીશકુમારની ટીકા કરી રહ્યાં છે આ ઉપરાંત લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પોતાના જન્મ દિવસ પ્રસંગ પર પટણાના પટનદેવી મંદિરમાં પુજા કરી બીજી તરફ તેજસ્વી યાદવે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે ભાજપવાળાઓ માટે પહેલા મોંધવારી ડાયન લાગી રહી હતી હવે શું ભૌજાઇ લાગી રહી છે.
તેજસ્વી યાદવે કહ્યું કે મોંધવારીએ સામાન્ય વ્યક્તિનું જીવવાનું મુશ્કેલ કરી દીધુ છે ડુંગળીએ સદી લગાવી છે.ભાજપ વાળા માટે પહેલા મોંધવારી ડાયન હતી જયારે હવે ભૌઝાઇ છે.ડબલ એન્જીન સરકાર મોંધવારી બેરોજગારી અને ગરીબી પર ચર્ચા જ કરવા માંગતી નથી.
કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું અને કહ્યું કે એક વ્યક્તિ જેને મુદ્દાની સમજ નથી જેણે ૧૦ ધોરણ પાસ પણ કર્યું નથી તે એક યોગ્ય એન્જીનીયર નીતીશકુમારની ટીકા કરી રહ્યો છે. તે કેબિનેટની સ્પેલિંગ પણ લખી શકતો નથી તેમના પિતાની પહેલી કેબિનેટના નિર્ણયમાં વચન આપવામાં આવ્યું હતું કે એક લાખ નોકરીઓ આપવામાં આવશે પરંતુ તેમણે તેનાથી પૈસા વસુલ્યા અને નોકરીઓ માટે અરજીઓ હજુ પણ કચરા પેટીમાં પડેલ છે.તેમણે રાજદ અને કોંગ્રેસના ગઠબંધનને પપ્પુ અને ગપ્પુ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે કોંગ્રેસ રાજદ ગઠબંધનના લોકો ગપ્પુ છે અને પપ્પુ ફકત લપ્પુ દેશે એટલે કે ખોટા લાંબા વચનો કરી રહ્યાં છે લોકોએ જાગૃત થવું જાેઇએ.
દરમિયાન લોકજનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને પોતાનો જન્મ દિવસ પટણાના પટનદેવી મંદિરમાં પુજા અર્ચના કરીને ઉજવ્યો હતો જાે કે તેમના પિતા રામવિલાસ પાસવાનું તાજેતરમાં નિધન થતાં અને આચારસંહિતા હોવાને કારણે તેમણે પોતાનો જન્મ દિવસ ઉજવ્યો ન હતો.HS