અમેરિકામાં એક દિવસમાં રેકોર્ડ ૯૧ હજારથી વધુ કોરોનાના કેસ
વોશિંગ્ટન, દુનિયામાં શુક્રવારે કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૫૪ કરોડને પાર કરી ગયો છે જયારે મૃતકોની સંખ્યા ૧૧.૮૮ લાખથી વધુ થઇ ગઇ મહામારીની ચપેટમાં આવેલ ૩.૩૦ કરોડ લોકો ઠીક પણ થયા છે વિશ્વમાં ૧.૧૨ કરોડ સક્રિય મામલા છે જેમાં ૮૨,૪૨૫ દર્દીઓની સ્થિતિ ગંભીર છે.આ દરમિયાન અમેરિકામાં મહામારીની શરૂઆત બાદ શનિવાકે એક જ દિવસમાં સૌથી વધુ ૯૧,૫૩૦ મામલા દાખલ કરવામાં આવ્યા છે.
અમેરિકાના આરોગ્ય વિભાગે કહ્યું કે એક અઠવાડીયામાં ત્રીજીવાર દૈનિક મામલા ૮૦ હજારથી વધુ દાખલ કરવામાં આવ્યા છે અમેરિકાના ૪૧ રાજયોમાં વાયરસના મામલામાં ૧૦ ટકા કે તેનાથી વધુ વધારો થયો છે. ગુરૂવારે અમેરિકામાં કોવિડ ૧૯થી ૧,૦૪૭ લોકોના જીવ ગયા હતાં પ્રતિ દિન સરેરાશ લગભગ ૮૦૦ લોકો આ બીમારીથી માર્યા જઇ રહ્યાં છે.
પાકિસ્તાનના પાટનગરમાં ન્યાયાધીશો અને કર્મચારીઓને કોરોના સંક્રમિત જણાયા બાદ ૧૧ અદાલતોને સીલ કરવામાં આવી છે. જર્મનીમાં ૧૮,૬૮૧ નવા મામલાની પુષ્ટી કરવામાં આવી છે આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા ૪,૯૯,૬૯૪ પહોંચી ગઇ જયારે ૭૭ વધુ દર્દીઓના મોત બાદ મૃતકોનો આંકડો ૧૦,૩૪૯ પર પહોંચી ગયો.
મેકિસકોમાં ૫,૯૪૮ નવા મામલા દાખલ કરવામાં આવ્યા અને ૪૬૪ દર્દીના મોત પણ થયા આ સાથે જ દેશમાં સંક્રમિતોનો આંકડો ૯,૧૨,૮૧૧ વધુ મૃતકોની સંખ્યા ૯૦,૭૭૩ થઇ ગઇ છે.
જાપાનના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે જાન્યુઆરીના મધ્યમાં કોરોના વાયરસનો પહેલો મામલો સામે આવ્યાના નવ મહીના બાદ મામલાની સંખ્યા વધી એક લાખથી વધુ થઇ ગઇ છે દેશમાં ૮૦૮ નવા મામલા સામે આવ્યા બાદ કોવિડ ૧૯ મામલાની સંખ્યા ૧૦૦,૩૩૪ થઇ ગઇ છે.HS