Western Times News

Gujarati News

પોતાની બાળકીની યાદમાં પાડોશીની બાળકીનું અપહરણ

સુરત, ગ્રામ્ય પોલીસને મળી સફળતા મેળવી હતી. પાલોદ ગામની સીમમાંથી ૪ વરસની બાળકીનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. બાળકી સુરક્ષિત મળી આવતા પોલીસ અને પરિવારે લીધો હાશકારો લીધો. દસ દિવસ રાત દિવસ એક કરી બાળકીને સુરક્ષિત બચાવી લીધી હતી. આરોપીએ પુત્ર મોહમાં બાળકીને પોતાની પાસે રાખી હતી.એક એવી ઘટનાની જેમાં પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી.

માંગરોળના પાલોદ ગામની સીમમાંથી ચાર વર્ષની બાળકીનું અજાણ્યા ઈસમ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં અજાણ્યો ઈસમ બાળકીને પોતાની સાયકલ પર બેસાડી લઈ જતો હોવાના સી.સી.ટીવી સામે આવતા સુરત ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસની ચાર ટિમ બાળકીની શોધખોળ કરવા કામે લાગી હતી. કિમ જી.આઈ.ડી.સી વિસ્તારમાં પોલીસ સતત દસ દિવસ સુધી રાત દિવસ તપાસ આદરી આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. જો કે બાળકી સહી સલામત મળી આવતા પોલીસે હાશકારો લીધો હતો. સુરત ગ્રામ્ય પોલીસની કામગીરી સેલ્યુટ ને પાત્ર છે.

એસઓજી પોલીસના જાપતામાં ઉભેલા ઇસમનું નામ છે અનિલ રામસિંગ વસાવા. જો કે આરોપીએ પોતાનું ખોટું નામ લક્ષ્મણ ઉર્ફ લકમો ઉર્ફ અનિલ રાઠવા ધારણ કરી અલગ અલગ બાંધકામ સાઈટ પર રહતો હતો. તે મિસ્ત્રી કામ કરતો હતો.અને સુરતના કિમ ચાર રસ્તા ખાતે મજૂરી કામ કરતો હતો. આરોપી અન્ય મજૂરની ૪ વરસની બાળકીને પોતાની સાથે રાખવા સાયકલ પર અપહરણ કરી સુરતના અમરોલી ખાતે બાંધકામ સાઈટ પર રહેતો હતો. બાળકીનું અપહરણ થયાની ફરિયાદ બાદ સુરત ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં આરોપીના સી.સી.ટીવી મળી આવ્યા હતા. જેમાં આરોપી બાળકીને પોતાની સાયકલ પર બેસાડી લઈ જતો દેખાતા પોલીસની ચિંતા વધી હતી.

બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવવા સુરત ગ્રામ્ય પોલીસની ચાર ટિમ કિમ જીઆઈડીસી વિસ્તારમાં કામે લાગી હતી. પોલીસે ૧૫૦ થી વધુ સીસીટીવી ચેક કરી ખાનગી બાતમીદારોને કામે લગાવ્યા હતા. સુરત ગ્રામ્ય પોલીસ છેલ્લા દસ દિવસથી રાત દિવસ એક કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ દરમ્યાન પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળતા સુરત ગ્રામ્ય પોલીસની ટિમ અમરોલીના કોસાડ વિસ્તારમાં બાંધકામ સાઈટ પર તપાસ કરતા આરોપી બાળકી સાથે મળી આવ્યો હતો. મહત્વની બાબત હતી કે, બાળકી સુરક્ષિત મળી આવી હતી.

આરોપી પુત્ર મોહમાં બાળકીને પોતાની સાથે લઈ ગયો હતો. બાળકીને પોતાની સાથે રાખવા માંગતો હતો. વાત જે હોય તે હાલતો સુરત ગ્રામ્ય એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસે બાળકીને સુરક્ષિત પરિવાર ને સોંપી હાશકારો લીધો હતો. સુરત ગ્રામ્ય પોલીસની કામગીરી સેલ્યુટ ને પાત્ર છે. માંગરોળના પાલોદ ગામની સીમમાંથી બાળકીનું અપહરણ કરનાર આરોપીએ બાળકીને નુકશાન કર્યું નથી. પોલીસ સમક્ષ આરોપીએ કબૂલાત કરી હતી. હું પરણિત છું અને મારા બાળકો છે. મારા બાળકોની યાદ આવતા હું આ બાળકીને લઈ ગયો હતો. વાત કઈ પણ હોય પણ માતા પિતાને કબ્જામાંથી સગીર બાળકીને લઈ જવું એ ગુનો છે.હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.