Western Times News

Gujarati News

કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે 21 ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું

શરદપૂર્ણિમા મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો.

– કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન ઉજવણી નો પ્રારંભ થયો.

– ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું અને મહંત સ્વામીએ સૌને – માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું…નો સંદેશો આપ્યો.”

તા. 3૧ ઓકટોમ્બરને શનિવારના રોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર મહંત સદ્ગુરુ શારત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો હતો.
આ પ્રસંગે ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવ્યું હતું અને મહંત સ્વામીએ હાલ ચાલી રહેલી કોરોના વાયરસની ઉપાધિમાં સૌનું રક્ષણ થાય એ માટે સૌને માસ્ક કાયમ પહેરી રાખવા માટે અપીલ કરી હતી. અને સૌને સંદેશા રુપી સૂત્ર આપ્યું હતું કે, “માસ્ક પહેરીશું, કોરાનાને હરાવીશું ‘*

તા. ૧ નવેમ્બરના રોજ સ્વામીજીના સ્વસ્થ દીઘાયુ માટે મંદિરથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ષોડ્શોપચારથી મહાપૂજા કરાવવામાં આવશે જેનું પ્રસારણ સાંજે ૪ – ૦૦ થી પ – ૦૦ કરવામાં આવશે અને રાત્રે ૮ – 3૦ થી ૧૦ – ૦૦ સત્સંગ સભા યોજાશે.

જેમા સંતો ભકતો દ્રારા મહિમાગાન કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલ ઉપર કરવામાં આવશે. આ પ્રસંગે સ્વામીજીના દીઘયુ માટે કુમકુમ મંદિરની મહિલાઓ દ્રારા ઓનલાઈન ર૪ કલાક અંખડ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની વાતોની પારાયણ કરવામાં આવી હતી.

– સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.