કેન્દ્રે જીએસટી નુકસાની માટે ૧૬ રાજયો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશને ૬૦૦૦ કરોડ રૂપિયા જારી
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે આજે જીએસટી નુકસાની માટે ૧૬ રાજયો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશોને ૬૦૦૦ કરોડ રૂપિયા જારી કર્યા આ જીએસટી ક્ષતિપૂર્તિનો બીજાે હપ્તો છે. નાણાં મંત્રાલયે કહ્યુંકે આંધ્રપ્રદેશ આસામ બિહાર દોવા ગુજરાત હરિયાણા હિમાચલ કર્ણાટક મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર મેધાલય ઓરિસ્સા તમિલનાડુ ત્રિપુરા ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી જમ્મુ કાશ્મીર પોડિચેરીને ૬,૦૦૦ કરોડ રૂપિયા હસ્તાંતરિત કર્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે ૨૪ ઓકટબરે મહારાષ્ટ્ર ગુજરાત બિહાર આસામ દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિત ૧૬ રાજયો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને માલ અને સેવા કર જીએસટી ક્ષતિપૂર્તિની પહેલો હપ્તો હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. એ યાદ રહે કે ગત દિવસોમાં કેન્દ્રે જીએસટી ક્ષતિપૂર્તિને લઇ વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજયોની માંગનો સ્વીકાર કરી લીધો હતો તેમની માંગ હતી કે કેન્દ્ર સ્વંય લોન આપી રાજયોની જીએસટીની ક્ષતિપૂર્તિ કરે નાણાં મંત્રાલયે કહ્યું કે કેન્દ્ર રાજયોને જીએસટી સંગ્રહમાં ૧.૧ લાખ કરોડ રૂપિયાની કમીની ક્ષતિપૂર્તિ માટે બજારથી હપ્તામાં લોન ઉઠાવશે.
ભારતમાં બેરોજગારીનો દર ઓકટોબર મહીનામાં સપ્ટેમ્બરના મુકાબલે વધીને ૬.૯૮ ટકાના સ્તર પર પહોંચી ગયો છે.સપ્ટેમ્બર મહીનામાં દેશમાં બેરોજગારીનો દર ૬.૬૭ ટકા જ હતો જેમાં હવે ૦.૩૧ ટકાનો વધારો નોંધાયો છે.સેંટર ફોર મોનિટરિંગ ઇડિયન ઇકોનમી તરફથી જારી કરવામાં આવેલા આંકડામાં આ વાત સામે આવી છે. ભારતમાં કોરોના સંકટને કારણે અત્યાર સુધી દેશમાં ૮૨ લાખ લોકો પ્રભાવિત થયા છે તેને કારણે દેશની અર્થવ્યવસ્થા પર પણ મોટી અસર જાેવા મળી છે.
ખાસ કરીને માર્ચથી લઇ મે સુધી લાગુ કરવામાં આવેલ લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થા પુરી રીતે પ્રભાવિત થઇ છે. જાે કે ગત કેટલાક મહીનામાં કોરોૅનો સામનો કરવા માટે લાગુ નિયમોમાં ઢીલ આપવામાં આવી છે પરંતુ હજુ પણ આર્થિક રિકવરી ખુબ ધમી છે એ યાદ રહે કે જુનમાં સમાપ્ત થયેલ ત્રિમાસીકમાં ભારતનો આર્થિક ગ્રોથ માઇનસમાં ચાલી ગયો હતો જુન ત્રિમાસીકમાં -૨૩.૯ ટકા આર્થિક ગ્રોથના પરિણામ બાદ વર્લ્ડ બેંક આઇએમએફ સહિત તમામ વૈશ્વિક સંસ્થાઓને સમગ્ર નાણાંકીય વર્ષમાં આર્થિક ગ્રોથનું અનુમાનને ઘટાડી દીધુ.
ગ્રામીણ ક્ષેત્રોની વાત કરીએ તો એગ્રિકલ્ચર સેકટરમાં સુધાર જાેયા બાદ પણ બેરોજગારીના દરમાં નફો થયો છે. એક ટકાના વધારા સાથે ગ્રામીણ ભારતમાં બેરોજગારીનો દર ૬.૯૦ ટકા થઇ ગયો છે.આ ઉપરાંત શહેરી વિસ્તારોની વાત કરવામાં આવે તો ઓકટોબર મહીનામાં બેરોજગારીનો દર ઓછો થયો છે.રિપોર્ટ અનુસાર ઓકટોબરમાં શહેરી વિસ્તારમાં બેરોજગારી દર ૭.૧૫ ટકા રહી જયારે સપ્ટેમ્બર મહીનામાં તે ૮.૪૫ ટકા રહી જો કે રસપ્રદ વાત છે કે બેરોજગારીના દરમાં નફો થયા બાદ પણ ગત વર્ષની સરખામણીમાં જીએસટી કલેકશન ૧૦ ટકા વધ્યુ છે.HS