બિહારના પૂર્વ મુખ્યમંત્રી સતીશ પ્રસાદસિંહનું નિધન
પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને શોષિત સમાજ પક્ષના નેતા સતીષ પ્રસાદ સિંહનું ૮૭ વર્ષની વયે આજે સવારે દિલ્હીમાં નિધન થયું છે સતીશ પ્રસાદ સિંહના નામે બિહારમાં સૌથી ઓછા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ છે.
તે માત્ર પાંચ દિવસ માટે ૧૯૬૯માં મુખ્યમંત્રી બન્યા હતાં. ૧૯૬૭માં થયેલ ચોથી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ બહુમતિ હાંસલ કરી શકી ન હતી.
તેને કારણે બિહારમાં પહેલી બિન કોંગ્રેસી સરકાર બની હતી ત્યારે જનક્રાંતિ પક્ષમાં રહેલ મહામાયા પ્રસાદ સિંન્હાને પહેલા બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં પરંતુ ૩૩૦ દિવસ સુધી સત્તા સંભાળ્યા બાદ તેમને ખુરશી છોડવી પડી હતી.
ત્યારબાદ સતીશ પ્રસાદ સિંહને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ તેમને પણ પાંચ દિવસમાં હટાવી દેવામાં આવ્યા બાદમાં વી પી મંડલને મુખ્યમંત્રી પદના સોગંદ લેવડાવવામાં આવ્યા પરંતુ તે પણ માત્ર ૩૧ દિવસમાં જ મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકયા હતાં.
સતીશપ્રસાદ સિંહના નિધન અંગે મુખ્યમંત્રી નીતીશકુમાર સહિત અનેક રાજકીય પક્ષોના આગેવાનોએ શોક વ્યકત કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પીત કરી છે.HS