૧૦ સેકન્ડમાં ત્રણ લાખ રૂપિયાની ચોરી કરીને ચોર ફરાર થયો
અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાંથી ૧૦ સેકન્ડમાં લાખોની ચોરી કરનાર ત્રણ આરોપીઓની મણિનગર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી ત્રણ લાખ રોકડ અને બે બાઇક કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે સીસીટીવી ફુટેજ અનુસાર મણિનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાનો છે સીસીટીવીમાં ફરિયાદી પોતાનું એકિટવા પાર્ક કરી બેંકમાં જતો નજરે પડી રહ્યો છે અને તરત જ બીજી સીસીટીવીમાં એકિટવા પાસે આવી એકિટવાની ડેકી તોડતો શખ્સ નજરે પડી રહ્યો છે. જે માત્ર ૧૦ સેકન્ડમા ંજ એકિટવાની ડેકી તોડી ડેકીમાં રહેલા ૩.૬૦ લાખ રોકડ લઇ જાેતજાેતામાં રફફુ ચકકર થઇ જાય છે.
આ ફરિયાદ નોંધાતાની સાથે જ મણિનગર પોલીસ સ્ટેશનનો ડિસ્ટાફને પીઆઇ બીબી ગોયલ દ્વારા એકિટવ કરવામાં આવ્યો જેમાં બાતમીના આધારે આરોપી વિજય રાઠોડ,યોગેન્દ્ર સીસોદીયા અને અવતાર સિંગ ધોરીયાની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો મણિનગર પોલીસે આરોપી જે માર્ગ ઉપર ફરાર થયો હતો
તે માર્ગના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતાં જેમાં આરોપીઓએ પોતાના વાહનને નંબર પ્લેટના પાછળના એક એકને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જાે કે મણિનગર પોલીસે તમામ અંકને શુન્યથી લઇ લઇને નવ સુધી જાેડી તમામ વાહનોની ચકાસણી કરી સાચા આરોપીઓ સુધી પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી
મણિનગર પોલીસે ઝડપેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે જે ૨૦૦૯,૨૦૧૦ અને ૨૦૧૨માં દારૂ સહિત ચોરીના ગુનામાં ઝડપાઇ ચુકયા છે એ યાદ રહે કે આરોપી યોગેન્દ્ર સીસોદીયા વર્ષ ૨૦૧૦માં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૦ વર્ષની સજા કાપી ચુકયો છે પોલીસે હાલ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.