મણીનગરના વેલનેસ સેન્ટરનું અદ્યતન સુવિધા સાથે લોકાર્પણ
Ahmedabad, સેન્ટ્રલ ગર્વમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) હેઠળ કાર્યરત અમદાવાદના મણીનગર ખાતે આવેલા વેલનેસ સેન્ટરનું આજે નવી અદ્યતન સુવિધા સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
પોસ્ટ વિભાગના સીપીએમજી શ્રી બી.પી.સારંગી અને સી.જી.એચ.એસ.ના એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાજેશકુમારના હસ્તે આ વેલનેસ સેન્ટરને ફરી શરુ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડૉક્ટર કે. એમ. યાદવ હાજર રહ્યા હતા. આ વેલનેસ સેન્ટરને રિનોવેટ કરી તેમાં ઓપીડી, લેબ ટેસ્ટીંગ અને ફાર્મસી દવાઓની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
આ સેન્ટરમાં લાભ લેતા દર્દીઓની સંખ્યા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અધ્યતન સુવિધાઓ સાથે શરૂ કરવામાં આવ્યું છે. આજથી આ વેલનેસ સેન્ટર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સેવામાં સક્રિય થશે.
સીજીએચએસ સ્વાસ્થ્ય કેન્દ્ર એ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તબીબી સેવા પૂરી પડતી સંસ્થા છે, જેમાં સીજીએચએસ કાર્ડ ધરાવનાર તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સીજીએચએસની તબીબી સેવાનો લાભ મળે છે.