Western Times News

Gujarati News

કપિલ શર્માના શોમાં ગુજ્જુ અભિનેતા પ્રતિક જાેવા મળશે

મુંબઈ: કોરોના મહામારી વચ્ચે વેપાર ધંધાની સાથે શેરમાર્કેટમાં પણ ઉથલ પુથલ જોવા મળી રહી છે. તેવી સ્થિતિમાં શેર માર્કેટ કિંગ હર્ષદ મહેતાના જીવન પર આધારિત વેબ સીરીઝ ‘સ્કેમ ૧૯૯૨’ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ સીરીઝમાં હર્ષદ મહેતાનો લીડ રોલ ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીએ કર્યો છે.

સીરીઝ રીલીઝ થયા બાદ સૌકોઈ તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. ત્યારે હવે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ટીવી પરના લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’માં ગુજ્જુ એક્ટર પ્રતિક ગાંધી તેની ટીમ સાથે જોવા મળશે. આ વાતની પુષ્ટિ અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ કપિલ શર્માએ કરી છે કે પ્રતિક ગાંધી તેમના શો પર આવી રહ્યો છે.

ટ્‌વીટર યુઝર વિપુલ દ્વિવેદી દ્વારા કપિલ શર્માને ટેગ કરીને પુછ્યું હતું કે ‘કપિલ સર, પ્રતિક ગાંધીને તમારા શો પર ઈન્વાટ કરો?’ આ ટ્‌વીટના જવાબમાં કપિલ શર્માએ કહ્યું કે ‘તે આવી રહ્યો છે.’advt-rmd-pan

જોકે આ શો ક્યારે આવશે તેનું શૂટિંગ થઈ ગયું છે કે બાકી છે તે અંગે કોઈ વધુ માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. હંસલ મેહતાએ ડિરેક્ટ કરેલી આ સીરિઝ સુચેતા દલાલ અને દેબાશિષ બાસુની બુક ‘ધ સ્કેમઃ હૂ વોન,હૂ લોસ્ટ, હૂ ગોટ અવે’નું અડેપ્ટેશન છે. સુચેતા દલાલે વર્ષ ૧૯૯૨માં આ સ્કેમનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીએ હર્ષદ મેહતાનો રોલ પ્લે કર્યો છે.

આ સાથે સીરીઝમાં રજત કપૂર, હેમંત ખેર, નિખિલ દ્વિવેદી, સતીશ કૌશિક જેવા સિનિયર એક્ટર્સે પણ કામ કર્યું છે. સ્કેમ ૧૯૯૨’માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવીને જોરદાર વાહવાહી મેળવનારા ગુજ્જુ બોય પ્રતીક ગાંધીને પોતાની કરિયરની શરુઆતના દિવસોમાં જોરદાર સંઘર્ષ કરવો પડ્યો હતો.

પ્રતીકે જણાવ્યું હતું કે મુંબઈમાં આવ્યો ત્યારે પહેલા-પહેલા તો કેટલાય લોકોએ રિજેક્ટ કર્યો હતો અને તેની સામેના પડકારો ઓછા નહોતા. જોકે, તેણે પણ નક્કી કર્યું હતું કે ગમે તે થાય

પરંતુ તે એક્ટિંગ પ્રત્યેના પોતાના ઝનૂનને ક્યારેય નહીં છોડે. પ્રતીક મૂળ સુરતનો છે. પોતાની કરિયરમાં આગળ વધવાના સપના સાથે તે એન્જિનિયરિંગની ડિગ્રી અને થિયેટરના થોડા-ઘણા અનુભવ સાથે મુંબઈ આવ્યો હતો.

પ્રતિક ગુજરાતી ફિલ્મોનું ઘણું જાણીતું નામ છે તેણે ‘બે યાર’, ‘લવની ભવાઈ’, ‘રોંગ સાઈડ રાજુ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું આ ઉપરાંત તેની સાથે તે વર્ષોથી નાટકોમાં પણ કામ કરે છે. ‘હું ચંદ્રકાંત બક્ષી’ અને ‘મોહનનો મસાલો’ તેના જાણીતા નાટક છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો પ્રતિકે, ‘લવયાત્રી’, ‘મિત્રો’ અને ‘વેન્ટિલેટર’ ફિલ્મમાં કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.